Homeરાષ્ટ્રીયમુંબઈમાં કલમ 144 લાગુ, બળવાખોર મંત્રી શિંદેના સાંસદ પુત્ર શ્રિકાંતની ઓફિસ પર...

મુંબઈમાં કલમ 144 લાગુ, બળવાખોર મંત્રી શિંદેના સાંસદ પુત્ર શ્રિકાંતની ઓફિસ પર થયો પથ્થરમારો

-

Imposed Section 144 in Mumbai મુંબઈ : સતત પાંચમાં દિવસે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં અજંપા ભરી સ્થિતી છે. ગતરોજ શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને નેતાની ઓફિસે તોડફોડ બાદ આજે ફરી એક એવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં શિવસૈનિકોના ગુસ્સાનો શિકાર મુખ્ય બળવાખોર નેતા એકનાથ શિંદેના સાંસદ પુત્ર બન્યા છે. આજરોજ એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદેની ઓફિસમાં શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના થાણેના ઉલ્લાસનગર વિસ્તારમાં આવેલી શ્રીકાંત શિંદે (Shrikant Shinde)ની ઓફિસમાં શિવસેનાના કાર્યકરોએ હુમલો કર્યો હતો. શિવસૈનિકોએ શિંદેની ઓફિસ પર પથ્થરમારો કરી હુમલો કરી દીધો હતો. જ્યારે બીજી તરફ એકનાથ શિંદેની નજીકના ગણાતા ધારાસભ્ય તાનાજી સાવંતની પુણેની ઓફિસ પર પણ હુમલો થયો છે.   

મુંબઈમાં કલમ 144 લાગુ

મહારાષ્ટ્ર રાજકીય સંકટ હવે શિવસેનાના આંતરિક વિખવાદ અને હિંસાત્મક પ્રતિક્રિયામાં ફેરવાતો જણાય છે. ત્યારે શિવસેનાના બળવાખોર નેતાના ઠેકાણા પર હુમલાને ધ્યાને રાખી મુંબઈમાં કલમ 144 લાગુ (Section 144 Imposed in Mumbai) પાડવામાં આવી છે.

તમારૂ કર્તવ્ય પુર્ણ કરો આ યોગ્ય નથી

શિવસેનાના મંત્રી અને નેતા એકનાથ શિંદેના બળવાનો આજે 5મો દિવસ જઈ રહ્યો છે. ત્યારે સતત મહારાષ્ટ્રના રાજકારણમાં અજંપા ભરી સ્થિતી જોવા મળી રહી છે. બીજી તરફ ગત રોજ શુક્રવારે સાંજના સમયે ઉદ્વવ ઠાકરે અને એન.સી.પી.ના શરદ પવારની બેઠક બાદ ઠાકરેએ શિવસેનાના નગરસેવકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે તેમને બળવાની થોડા દિવસ પહેલા જાણ થઈ ત્યારે શિંદેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, શિવસેનાને આગળ લઈ જવું એ તમારૂ કર્તવ્ય પુરું કરો આ કરવું યોગ્ય નથી.

ઉદ્ધવે વધુંમાં કહ્યું હતું કે, ત્યારે શિંદેએ કહ્યું કે એન.સી.પી. અને કોંગ્રેસ આપણને ખતમ કરવા પ્રયાસ કરી રહ્યાં છે ધારાસભ્યો આપણે ભાજપ સાથે જઈએ તેમ ઈચ્છે છે. જ્યારે મેં (ઉદ્ધવે) કહ્યું કે આ ધારાસભ્યોને મારી પાસે લાવો જે આપણા પક્ષ, મારા પરિવારને બદનામ કર્યું તેની સાથે જવાની વાત કરે છે. જો છતાં ધારાસભ્યો જવા ઈચ્છે તો જઈ શકે હું નહીં રોકું પણ પહેલા આવો અને મને જણાવો પછી જાવ.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....