Homeજાણવા જેવુંIAS અધિકારી બનીને બધાની બોલતી બંધ કરી દીધી - જાણો

IAS અધિકારી બનીને બધાની બોલતી બંધ કરી દીધી – જાણો

-

3 ફૂટની હોવાથી બધા મજાક ઉડાવતા હતા, આઈએસ અધિકારી બનીને આરતીએ બોલતી જ બંધ કરી દીધી, કરી ચૂકી છે પ્રસંશનીય કાર્યો – IAS Officer Arti Dogra Biography an Inspiring story

યુપીએસસીની પરીક્ષા દર વખતે લેવામાં આવે છે અને ઘણા ઉમેદવારો તેમની સખત મહેનતથી સફળતા પ્રાપ્ત કરે છે. આ ઉમેદવારોમાં દેશની લાખો છોકરીઓ પણ સામેલ થતી હોય છે જે તેની અથાગ મહેનતના બળ પર IAS-PCS બનવાનું સપનું પૂરું કરે છે. ઘણી છોકરીઓ આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે,

IAS Officer Arti Dogra Biography an Inspiring story
IAS Officer Arti Dogra Biography an Inspiring story | image credit : hindi.news18.com

જ્યારે ઘણી તેમની સારી અને આદરણીય નોકરી છોડીને UPSC પરીક્ષા આપે છે. તેમાંથી એવી છોકરીઓ પણ છે જેમને સાંભળવાની કે ચાલવાની ક્ષમતા નથી હોતી છતાં શારીરિક નબળાઈ ક્યારેય તેમના સપનાના રસ્તામાં આવી શકી નથી. ત્યારે આજે અમે એક આવી જ IAS મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમને નાનપણથી જ તેના નીચા કદના કારણે ટોણા સાંભળવા પડતા હતા,

લોકોએ તેની મજાક ઉડાવી હતી પરંતુ તેણે આ બધાની સામે ઝૂકી નહી, પરંતુ તેના કદને એટલું મોટું બનાવી લીધું હતું કે મજાક ઉડાવનારાની બોલતી બંધ કરીને તે એક ઉદાહરણ બની ગયા. આ કહાની છે IAS આરતી ડોગરાની.

આરતીનો જન્મ ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં થયો હતો. આરતી ડોગરા એક મહિલા IAS ઓફિસર છે, જેની ઊંચાઈ સાડા ત્રણ ફૂટ છે. આરતીના પિતાનું નામ કર્નલ રાજેન્દ્ર ડોગરા અને માતાનું નામ કુમકુમ ડોગરા છે, જેઓ એક ખાનગી શાળામાં મુખ્ય શિક્ષક રહી ચૂક્યા છે. આરતી તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે.

વધુ વાંચો – ઓટોમાં ભૂલી ગયો મુસાફર કિંમતી સામાન ભરેલો થેલો, પછી રિક્ષા ચાલકે જે કર્યું તે

IAS આરતી ટૂંકા કદની છે

આરતીની ઊંચાઈ ફક્ત 3 ફૂટ છે. જેમ-જેમ તે મોટી થઈ, લોકો તેના શારીરિક દેખાવ પર સવાલો કરવા લાગ્યા અને તેની મજાક ઉડાવવા લાગ્યા. પરંતુ તેના માતા-પિતા હંમેશા આરતીને સાથ આપતા. તેમનો ઉછેર સામાન્ય બાળકોની જેમ જ થયો હતો.

IAS Officer Arti Dogra Biography an Inspiring story
IAS Officer Arti Dogra Biography an Inspiring story | image credit : newslite14.com

IAS આરતી ડોગરાનું શિક્ષણ

તેમણે પ્રારંભિક શિક્ષણ બ્રાઈટલેન્ડ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી આરતીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. પાછા આવ્યા પછી તેણે દેહરાદૂનમાંથી જ તેની માસ્ટર ડિગ્રી મેળવી. તે પછી તેણે યુપીએસસીની તૈયારી શરૂ કરી.

IAS Officer Arti Dogra Biography an Inspiring story
IAS Officer Arti Dogra Biography an Inspiring story | image credit : zeenews.india.com

IAS બનવા પાછળનું કારણ – IAS Officer Arti Dogra Biography an Inspiring story

અભ્યાસ દરમિયાન આરતીની મુલાકાત તે સમયે આઈએએસ રહેલા મનીષા પંવાર સાથે થઈ. મનીષાએ તેને માર્ગદર્શન આપતા આરતીએ પણ આઈએએસ બનવાનું નક્કી કર્યું. તેના પહેલા જ પ્રયાસમાં આરતી ડોગરાએ વહીવટી સેવાઓની પરીક્ષા પાસ કરી. આરતી રાજસ્થાન કેડરની 2006 બેચની IAS ઓફિસર છે.

IAS Officer Arti Dogra Biography an Inspiring story
IAS Officer Arti Dogra Biography an Inspiring story | image credit : yourstory.com

આરતી ડોગરા અગાઉ ડિસ્કોમના મેનેજિંગ ડિરેક્ટર હતા, બાદમાં અજમેરના જિલ્લા અધિકારી તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. તેમના કામ વિશે વાત કરતાં આરતી ડોગરાએ ખુલ્લામાં શૌચને નાબૂદ કરવા માટે સ્વચ્છતા બંકો બિકાણો અભિયાન શરૂ કર્યું હતું. જેની પીએમઓએ પણ પ્રશંસા કરી હતી.

ગુજરાતીમાં જાણવા જેવું – નોકરીની ફરજ અને માતાનું કર્તવ્ય એકસાથે બજાવે છે આ બહાદુર મહિલા અધિકારી

Must Read