Homeગુજરાતરાજ્યના ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ, તપાસ થાય તો કેટલાયના તપેલા ચડી જશે

રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ, તપાસ થાય તો કેટલાયના તપેલા ચડી જશે

-

Historical Alleged loan scam in Gujarat by Dr. Kanubhai Kalsariya (Ex. MLA) | Balaji Agora mall Builders | Ahmedabad city News Gujarati

દેશમાં લોન કૌભાંડ (Loan scam) કરનારા ભાગેડૂંઓનો પાર નથી તેવું કહેવામાં કોઈ અતિશ્યોક્તી નથી. જાણે બેંક પાસેથી મસમોટી લોન લઈ ધુંબોમારી દેવાનો ટ્રેન્ડ (Trend) હોય તેમ સિલસિલા વાર કેટલાક નામો સામે આવતા રહે છે. જેમાં બેંકથી (Bank) માંડી મોટાગજાના લોકોના નામ પણ ખુલતા હોય છે, એ બાદ જે થાય છે તે સૌ કોઈ જાણે છે. રાજ્યના જાણીતા સામાજીક કાર્યકર (Social Activist) અને પર્યાવરણવાદી પૂર્વ MLA ડો. કનુભાઈ કલસરીયા (Dr. Kanubhai Kalsariya) દ્વારા આવું જ એક કથિત લોન કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે. જેમાં બાલાજી અગોરા ગ્રુપના (Balaji Agora Mall) બિલ્ડર આશિષ શાહ (Builder Ashish Shah) પર કરોડો રૂપિયાની ગોલમાલ કરી લોન મેળવી હોવાના આરોપ લગાવાયા છે.

બાંધકામ કરતા 3થી 4 ગણું વધારે દેખાડી ટાઈટલ મેળવી લીધુ હતું

ગઈકાલે અમદાવાદમાં કનુભાઈ કલસરીયા પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર માહિતી આપતા પત્રકારોને કથિત લોન કૌંભાડથી અવગત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર આશિષ શાહ અને તેમના પત્ની તેમજ કંપનીના ડિરેક્ટરો અને પરિવાર પર LIC હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડના (LIC Housing Finance Ltd) અધિકારીઓ સાથે મળી કૌંભાડ આચર્યું હોવાના આરોપ છે. કંપનીના ડિરેક્ટરો દ્વારા ગેરકાયદેસર ગાંધીનગર ખાતે આવેલા અગોરા મોલના બાંધકામને 45 યુનિટ દર્શાવી દિધા છે. તેમજ મોલના હયાત બાંધકામ કરતા 3થી 4 ગણું વધારે ( 72 હજાર ચો.મી.) દેખાડી દઈ ટાઈટલ પણ મેળવી લીધુ હતું. આ તમામ પ્રક્રિયા બાદ તેમને મોર્ગેજ કરી અધધ… રૂપિયા 401.70 કરોડ જેટલી માતબાર રકમની લોન મેળવી લીધી હતી. આ બાબતે કનુ કલસરીયા અને તેજસ પટેલ કહે છે કે ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ન થયું હોય તેવું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

CID તપાસની પણ માંગણી કરશે

આ બાબતે તેઓ આગમી સમયમાં બિલ્ડર સામે કથિત છેતરપિંડી જેવા કૌભાંડ બાબતે ફરિયાદો પણ કરશે. તેમજ સીઆઈડીની તપાસની પણ માંગણી કરશે. ડો. કનુ કલસરીયા દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો કે બાલાજી અગોરા ગ્રુપના બિલ્ડર આશિષ શાહ તેની પત્ની બિનિતા શાહ તેમજ અન્ય ડિરેક્ટરો અને પરિવારના સભ્યો દ્વારા વડોદરામાં એક સ્કિમ માટે એલ.આઈ.સી. હાઉસિંગ ફાયનાન્સ પાસેથી રૂપિયા 401.70 કરોડની લોન મેળવી હતી.

જે લોન મેળવવા માટે વડોદરા ખાતેની સબરજીસ્ટ્રાર ઓફિસમાં મોર્ગેજ ડીડમાં સિક્યોરીટી પેટે મિલ્કત મોર્ગેજ કરી હતી. જેમાં વડોદરા ખાતેના અગોરા સીટી સેન્ટરની મિલકતો તેમજ મહેસાણા ખાતેની બાલાજી સ્ટેટ્સની મિલકતો અને ગાંધીનગર ખાતેની સુઘડમાં આવેલી 14,670 સ્કવેર મીટરની જમીન પર બાંધવામાં આવેલા અગોરા મોલની મિલકત મોર્ગેજ કરી હતી.

ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે આ કૌભાંડ પાર પડી ગયું

પરંતુ ડો. કનુ કલસરીયાના કહેવા મુજબ ગાંધીનગર ખાતેના અગોરા મોલના બાંધકામ માટે 16,996 ચોરસ મીટર બાંધકામ જ મંજૂર થયું છે. છતાં પણ તેમાં 72.983 ચોરસ મીટર બાંધકામ બતાવી દઈને લોન મેળવી લીધી હતી. આમ બિલ્ડરોએ મળીને લોન મેળવવા છેતરપિંડી કરી છે. કારણ કે, જો ખરેખર બાંધકામની જગ્યા બતાવવામાં આવી હોત તો લોન 60-70 કરોડ આસપાસ જ મળી શકે તેવું થાય. પરંતુ ફાયનાન્સર બેંકના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે આ કૌભાંડ પાર પડી ગયું હોવાના આરોપ તેમને લગાવ્યા હતા.

Must Read