Friday, May 13, 2022

ફેસબુકનો પાસવર્ડ ભૂલી જશો ત્યારે આ કામ લાગશે જાણી લેજો !

Technology and Gedgets News in Gujarati.How To Reset Facebook Password :

Facebook, Whatsapp અને Instagram આ એવી એપ છે જેનો ઉપયોગ આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો કરે છે. આ એવી એપ્લિકેશન છે જેને મોટાભાગના સ્માર્ટફોનમાં Smartphone App ઘર કરી લીઘું છે. જેના કારણે લોકોને વારંવાર ઈમેઈલ Email અને પાસવર્ડ Password લખવાની જરૂરીયાત નથી રહેતી. લાંબા સમય સુધી ઈમેલ અને પાસવર્ડ નહીં નાખવાના કારણે કેટલાય યુઝર્સ પોતાના પાસવર્ડ ભૂલી જતા હોય છે. આવું થાય ત્યારે શું કરવું તે આપણે આ લેખમાં સમજવા પ્રયાસ કરીશું.

જૂઓ વીડિયો: સળગતી કારમાંથી કુતરાને પોલીસે જીવના જોખમે બચાવ્યો

જૂઓ વીડિયો 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા

How to Reset Password ફેસબુક પાસવર્ડ ભૂલી ગયા છો તો આ રીત ખુલશે Facebook

ફેસબુક યુઝર્સને લાંબા સમયબાદ લોગીન પાસવર્ડની જરૂર પડે ત્યારે પાસવર્ડ ભૂલી ગયાની ફરિયાદ રહે છે. આપની સાથે પણ જો પાસવર્ડ ભૂલી ગયાની ઘટના થઈ તો શું કરવું ?

આવી સ્થિતીમાં યુઝર પોતાના એકાઉન્ટને Facebook Account ખોલી શકતો નથી. પરંતુ આવી સ્થિતીમાંથી નિકળવા માટે ફેસબુકે કેટલાક માર્ગ રાખ્યા છે.

ફેસબુક પોતાના યુઝર્સને પાસવર્ડ ભૂલી ગયા હોય Forget Facebook Password તો તેને રીસેટ કરવાની સુવિધા આપેલી છે. આ સુવિધા મોટાભાગે લોકો જાણે છે પરંતુ કેટલાક લોકો નથી પણ જાણતા. તેમને જો પોતાનો પાસવર્ડ ભૂલાયો હોય તો એ ખોલવા માટે શું કરવું તે સમજવા પ્રયાસ કરીએ.

How To Reset Facebook Password

Follow these steps for unlock facebook password if you forget gujarati news satyamanthan
પ્રતિકાત્મક તસવીર

કેવી રીતે થશે ફેસબુકનો પાસવર્ડ રીસેટ ?

Facebook નો પાસવર્ડ રિસેટ કરવા માટે આપને પોતા રજીસ્ટર ઈમેઈલ આઈડી ખાસ યાદ હોવી જોઈએ. જેના ઉપયોગથી તમે ફેસબુક એકાઉન્ટ બનાવ્યુ હોય તે ઈમેઈલને રજીસ્ટર ઈમેઈલ કહેવાશે.

અથવા તો આપના ફોન નંબર વડે પણ તમે Facebook password reset રીસેટ કરી શકો છો.

  • ફેસબુકના પાસવર્ડ રીસેટ કરવા માટે નીચે મુજબના પગલા અનુસરવા જોઈએ.
  1. સૌથી પહેલા www.facebook.com પર જઈ ફેસબુક લોગઈન પેજ ઓપન કરો
  2. હવે ત્યાં પોતાના ઈમેઈલ આઈડી નાખો અને પાસવર્ડ લખ્યા વિના જ Forgotten account પર ક્લિક કરો.
  3. બાદમાં જે સ્ક્રિન સામે આવી તેમાં પોતાના રજિસ્ટર ઈમેઈલ આઈડી અથવા ફોન નંબરનો ઉપયોગ કરી શકાય છે.
  4. આ પેજમાં આપને પાસવર્ડ રિકવરી માટે ત્રણ વિકલ્પ આપવામં આવે છે. જેમકે યુઝ ગૂગલ એકાઉન્ટ, સેન્ડ કોડ વાયા ઈમેઈલ અથવા સેન્ડ કોડ વાયા મેસેજ.
  5. ઉપરોક્ત વિકલ્પમાંથી જે વિકલ્પની પસંદગી કરશો એ માધ્યમથી તમને એક કોડ મોકલવામાં આવશે.
  6. હવે તેના બાદમાં જે સ્ક્રિન આવે છે તેમાં કોડ માંગણી કરે ત્યારે ત્યાં તમને મળેલો કોડ લખી દો.
  7. હવે તમારી સામે જે પેજ ખુલશે તેમાં નવા પાસવર્ડ સેટ કરવાનું જણાવશે ત્યાં નવો પાસવર્ડ સેટ કરી દો.
  8. હવે તમે સેટ કરેલા નવા પાસવર્ડથી ફેસબુકનું એકાઉન્ટ ઉપયોગ કરવા માટે ખોલી શકો છો.
- Advertisment -

Must Read

sri lanka new pm ranil Ranil Wickremesinghe gujarati news breaking

શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે સંસદમાં 1 બેઠક ધરાવતા રાનિલ વિક્રમસિંઘેની નીમણૂક

Gujarati News Live કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આજરોજ ગુરુવારે વરિષ્ઠ નેતા રાનિલ વિક્રમસિંઘેને નવા વડા પ્રધાન તરીકે શપથ...