Homeટેકનોલોજીસ્માર્ટફોન સુરક્ષિત રાખવાની સરળ ટિપ્સ, સાઈબર ક્રાઈમથી બચવા ઉપયોગી થશે

સ્માર્ટફોન સુરક્ષિત રાખવાની સરળ ટિપ્સ, સાઈબર ક્રાઈમથી બચવા ઉપયોગી થશે

-

How to protect smartphones: આજના ડિજીટલ યુગમાં દુનિયા નાની થતી જાય છે, કેટલાય કામો ખુબ સરળતાથી થઈ જાય છે. પરંતુ સાથે જ સાઈબર ક્રાઈમનો પણ ખતરો એટલો જ વધતો જાય છે, અને સાઈબર ગુનેગારોને પણ છેતરપિંડી જેવા કામ પાર પાડવા સરળતા થતી જાય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પર નજર કરીએ તો ભારતમાં વર્ષ 2017માં 21796 વર્ષ 2018માં 27248 અને વર્ષ 2019માં 44546 સાઈબર ક્રાઈમના કેસ નોંધાયેલા છે. આ આંકડો માત્ર નોંધાયેલા કેસનો છે માટે વણ નોંધાયેલા કેસનો આંકડો તો કેટલોય વધારે હોય શકે છે.

માટે આજના આ લેખમાં સ્માર્ટફોનને વધુને વધુ સુરક્ષિત કેમ રાખી શકાય છે તેની ચર્ચા કરીશું. સ્માર્ટફોનને સાયબર ક્રિમિનલ્સથી સંપુર્ણ સુરક્ષિત રાખવું તો કદાચ ખુબ જ મુશ્કેલ કામ છે પણ નીચે જણાવેલા પગલા લેવાથી વધુ સારૂ રક્ષણ ચોક્કસ મળી શકે છે.

મોબાઈલનો ઉપયોગ ન કરતા હોય ત્યારે ફોન લોક રહે તેનો ખ્યાલ રાખો. આ માટે મોબાઈલમાં પીન, પાસવર્ડ, પેટર્ન કે ફિંગર પ્રિન્ટ લૉક ઓપ્શન હોય જ છે.

મોબાઈલમાં પ્રવેશ કરી શકે છે.

થર્ડ પાર્ટી સાઈટ્સ પરથી ડાઉનલોડ કરી મોબાઈલમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ ન કરો. સાઈબર ક્રિમિનલ પોતાના કામને અંજામ આપવા બોગસ મોબાઈલ એપ્લિકેશન બનાવતા હોય છે. આ એપ્લિકેશન મોબાઈલ ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરવાથી માલવેર અથવા સ્પાઈવેર મોબાઈલમાં પ્રવેશ કરી શકે છે. માટે હંમેશા વિશ્વસનિય પ્લેટફોર્મ જેવા કે ગુગલ પ્લેસ્ટોર અને આઈ ટ્યુન્સ પરથી જ એપ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખવો.

આ પધ્ધતીને “જ્યુશ જેકિંગ” કહે છે.

પબ્લિક ચાર્જીંગ સ્ટેશનનો ઉપયોગ ઈમરજન્સી સિવાય ટાળવો જોઈએ. કેટલાક કિસ્સામાં હેકર્સ દ્વારા બોગસ ચાર્જીંગ સ્ટેશન મુકી મોબાઈલની અંદર પ્રવેશ કરી ગયાના અહેવાલો છે. આ પધ્ધતીને “જ્યુશ જેકિંગ” કહે છે. આવા બોગસ ચાર્જીંગ સ્ટેશનમાં મોબાઈલ ચાર્જમાં મુકતા હેકર મોબાઈલના ડેટા એક્સેસ તો કરી જ શકે છે સાથે માલવેર પણ ઈનસ્ટોલ કરી શકે છે.

મફત ઈન્ટરનેટ ઉપયોગ કરવાની લાલચ ભારે પડી શકે છે.

ઝડપી જમાનામાં ઈન્ટરનેટ માટે વાઈ-ફાઈનો પણ ઉપયોગ વધતો જાય છે. કેટલાક લોકો મફત ઈન્ટરનેટ ડેટા મળશે તો એ લાલચે પણ ત્રાહિત લોકોના વાઈ-ફાઈ સાથે ફોન કનેક્ટ કરી લેતા હોય છે. પરંતુ આ મફત ઈન્ટરનેટ ઉપયોગ કરવાની લાલચ પણ ક્યારેક ભારે પડી શકે છે. કારણ કે જો સાઈબર ક્રિમિનલ્સએ ગોઠવેલી વાઈ-ફાઈની જાળમાં ફસાયા તો તે મોબાઈલ ધારકના ડેટા જોઈ શકે છે.

અથવા તો સાયબર ક્રિમિનલ એ ઉભી કરેલી વાઈ-ફાઈ જાળ દ્વારા મોબાઈલ ધારકની ગતીવિધી પર નજર રાખી શકાય છે. માટે સાયબર ક્રાઈમના શિકાર બનતા બચવા વિશ્વાસ પાત્ર વાઈ-ફાઈ હોય તો જ મોબાઈલ કનેક્ટ કરવો જોઈએ.

આવું કરવાથી ભૂલથી પણ એક પાસવર્ડ લીક થશે.

ઈમેઈલ દ્વારા મોકલાતી લિંકોને ખોલવાથી પણ બચવું જોઈએ. કેટલીક વખત સાઈબર ક્રિમિનલ્સ લાલચ ભર્યો ઈમેઈલ મોકલી સાથે લિંક મોકલી શિકારને જાળમાં ફસાવવા પ્રયાસ કરે છે. આ રીતે શિકાર ફસાવવાની પધ્ધતિને “ફિશીંગ એટેક” તરીકે ઓળખવામાં આવે છે. આ પધ્ધતિમાં જેમ ફિશીંગ કરવા માટે પાણીમાં લાલચ માટે ટૂકડા સાથે ફિશીંગ હૂક નાખવામાં આવે છે તેવું જ હોય છે.

જો આ લાલચના ટૂકડા માટે લિંક ખોલી તો હુકમાં ફસાઈ જતા વાર નથી લાગતી. એક અભ્યાસ પ્રમાણે 90 ટકા માલવેર ઈમેઈલ દ્વારા જ મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ફીટ કરી દેવાતા હોય છે.

દરેક ડિજીટલ એકાઉન્ટ માટે પાસવર્ડ જૂદા-જૂદા રાખવા જોઈએ તેમજ ક્યારેય પણ બ્રાઉઝરમાં પાસવર્ડ સેવ કરવા જોઈએ નહીં. એક અભ્યાસ મુજબ અડધા કરતા વધારે યુઝર બિઝનેશ અને પર્સનલ એકાઉન્ટનો પાસવર્ડ એક જ રાખતા હોય છે. આવું કરવાથી ભૂલથી પણ એક પાસવર્ડ લીક થશે તો બીજા એકાઉન્ટ પર પણ ખતરો આવી પડે તેવું બની શકે. પાસવર્ડ સેટ કરતા પહેલા તેની મજબૂતી ચકાસવા માટે પણ કેટલાક ટૂલ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

તો મોબાઈલ કોન્ટેક્ટ, ફોટો, એપ્લિકેશન સહિતની ચીજો બચી જશે.

હંમેશા આપના સ્માર્ટફોનના ડેટાનું બેક અપ સાચવીને રાખી મુકવું જોઈએ. ડેટા બેક અપ આપને ત્યારે કામ લાગી શકે જ્યારે તમારો ફોન ચોરી કે ખોવાઈ જાય અથવા તો તૂટી જાય અને આપનો ડેટા જતો રહે. આવા સંજોગોમાં જો આપની પાસે ડેટા બેક અપ હશે તો મોબાઈલ કોન્ટેક્ટ, ફોટો, એપ્લિકેશન સહિતની ચીજો બચી જશે. ડેટા બેક અપ લેવા માટે ફોનને ક્લાઉડ સર્વિસ સાથે સિંક્રોનાઈઝ કરી શકાય અથવા તો મેન્યુઅલ બેક અપ લઈ ફાઈલ પેનડ્રાઈવ કે કોમ્પ્યુટરમાં સેવ કરી શકાય છે.

એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી રીમોટલી ડેટા ભૂંસી શકાય છે.

ખોવાયેલા મોબાઈલ શોધવા માટે એપલ યુઝર્સને ફાઈન્ડ માય ફોન, અને એન્ડ્રોઈડ યુઝર્સ માટે ફાઈન્ડ માય ડિવાઈસ ઉપયોગી થઈ શકે છે. આ માટે મોબાઈલમાં લોકેશન ઓપ્સન ઓન રાખવુ પડે છે, સાથે જ આ એપ્લિકેશન દ્વારા ગમે ત્યાંથી રીમોટલી ડેટા ભૂંસી શકાય છે.

જો આપ પબ્લિક વાઈ-ફાઈ કે અવિશ્વસનિય વાઈ-ફાઈ સાથે મોબાઈલ કનેક્ટ કરી રહ્યાં છો તો સંવેદનશીલ માહિતી જેવી કે આર્થિક વ્યવહારોની વિગતો કે બેંકિંગ સાઈટ્સનો ઉપયોગ ટાળવો જોઈએ. જો એવી સાઈટ્સનો ઉપયોગ કરવો જ પડે તેમ છે તો વી.પી.એન.(વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક)નો ઉપયોગ કરવો જેથી ડેટા ઈનક્રિપ્ટેડ રહેશે.

મોબાઈલ કે ટેબલેટની અંદર વાઈરસ અને માલવેરને પ્રવેશતા અટકાવી શકે છે.

મોબાઈલમાં એન્ટીવાઈરસ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલ ફોન કે ટેબ્લેટમાં એન્ટીવાઈરસ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવાથી આપને વધારાની સિક્યોરીટી મળી રહેશે. જે મોબાઈલ કે ટેબલેટની અંદર વાઈરસ અને માલવેરને પ્રવેશતા અટકાવી શકે છે. એજ રીતે મોબાઈલ થ્રેટ ડિફેન્સ પણ ઉપયોગી થઈ શકે છે. જે મોબાઈલમાં સંદિગ્ધ કાર્યવાહીઓ અને હલકી ગુણવત્તાની એપ્લિકેશનને સ્કેન કરી આપને માહિતી આપતુ રહે છે.

આપના એકાઉન્ટને બે સ્તરની સુરક્ષા.

પેમેન્ટ એપ કે બેંકિંગ જેવા મહત્વના એકાઉન્ટ્સને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનથી સુરક્ષિત કરવું જોઈએ. આવું કરવાથી આપના એકાઉન્ટને બે સ્તરની સુરક્ષા મળી રહેશે. જે આપના ખાતામાંથી નાણાંની ઉઠાંતરી કરતા ડિજીટલ ચોરથી બચાવવા મદદ કરશે.

સાઈબર ક્રિમિનલને મોકળું મેદાન મળી શકે છે.

મોબાઈલ ફોનને રૂટ કરવાથી કે જેલ બ્રેક કરવાથી તો ખાસ બચવું જોઈએ. મોબાઈલ ફોનને રૂટ કે જેલ બ્રેક કરવાથી મોબાઈલનું ફુલ એક્સેસ તો મળી જ રહેશે પરંતુ સાથે જ કેટલાક સુરક્ષા ગાર્ડ કે જે ફોન મેન્યુફેક્ચરરે રાખેલા હોય છે તે પણ હટી જાય છે. આવું કરવાથી ફોનની સુરક્ષા નબળી પડી જાય અને સાઈબર ક્રિમિનલને મોકળું મેદાન મળી શકે છે.

Tag: Groovy Directory.com, Masked Aadhar card

Must Read