Homeગુજરાતખાદ્યતેલના વધતા ભાવ કેવી રીતે અટકાવી શકાય તે જણાવ્યું ઓઈલ મીલ એસોસિએશનના...

ખાદ્યતેલના વધતા ભાવ કેવી રીતે અટકાવી શકાય તે જણાવ્યું ઓઈલ મીલ એસોસિએશનના પ્રમુખે

-

અમદાવાદ Ahmedabad : ગુજરાતમાં હાલ મોંઘવારીના મુદ્દે ઘણા સમયથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને CNGના સતત ભાવ વધારા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 10 દિવસની અંદર સિંગતેલમાં 75 રૂપિયાનો વધારો જ્યારે કપાસિયા તેલ અને પામોલિન તેલ 50 રૂપિયા મોંઘુ થયું છે. ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીના બજેટ ખોરવાય છે જ્યારે ગરીબોની સાથે મધ્યમ વર્ગ પણ નારાજ જોવા મળી રહ્યો છે.

ખાદ્યતેલના ભાવ પેદાશોની આવક અને ઉત્પાદન પર આધારીત હોય છે. ત્યારે ગત વર્ષે મગફળીનું બિયારણ મોંઘુ હોય મગફળી પણ મોંઘી રહી હતી. જેના કારણે એકદંરે સિંગતેલ પર સીધી જ અસર પહોંચી હતી. જો આગામી વર્ષે ખેડૂતોને મગફળીના બિયારણ સસ્તા ભાવે મળે તો એકંદરે સિંગતેલના ભાવ પણ ઘટેલા જોવા મળી શકે છે.

આ મામલે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈનું કહેવું છે કે, સિંગતેલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં રૂપિયા 75 નો ભાવ વધારો થયો છે. સિંગતેલનો ભાવ રૂપિયા 2650થી વધીને રૂપિયા 2725 થઈ ગયો છે. તેની સમકક્ષ કપાસિયા અને પામોલિન તેનો પણ ભાવ વધી રહ્યો છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું હોવાને કારણે પીલાણ ઓછું છે, ઘણી મિલો બંધ પડી છે જેના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

ખાદ્યતેલના વધતા ભાવ કેવી રીતે અટકાવી શકાય તે જણાવ્યું ઓઈલ મીલ એસોસિએશનના પ્રમુખે

સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જો આગામી વર્ષે સિંગતેલનો ભાવ ઘટાડવો હોય તો સરકારે ખેડૂતોને સસ્તા ભાવે બિયારણ ઉપલબ્ધ કરાવવું જોઈએ.

Must Read