Homeગુજરાતરાજકોટને ક્યાં સુધી પીવાના પાણીનો જથ્થો થયો ઉપલબ્ધ ? જાણો જળાશયોની સ્થિતી

રાજકોટને ક્યાં સુધી પીવાના પાણીનો જથ્થો થયો ઉપલબ્ધ ? જાણો જળાશયોની સ્થિતી

-

Rajkot City News in Gujarati: Rajkot municipal corporation RMC water distribution data

તા.૧૪-૦૯-૨૦૨૧, બપોરે ૧:૦૦ની સ્થિતિએ ન્યારી-૧ ડેમ છલોછલ

આજી-૧ની સપાટી ૨૭.૪૫ ફૂટ અને ભાદર-૧ની સપાટી ૩૦.૨૦ ફૂટે પહોંચી  

આજી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં જળ સપાટીમાં ૭.૬૫ ફૂટનો વધારો

ન્યારી-૧ ડેમમાં ૭.૭૧ ફોતનો વધારો અનેર ભાદર-૧ ડેમમાં ૬.૧૦ ફૂટનો વધારો થયો હતો

તા.૧૪: રાજકોટ શહેરમાં અને આજુબાજુના ગામોમાં ગત રાત્રિથી વરસી રહેલા ભારે વરસાદને પરિણામે, રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડી રહેલા જળાશયોમાં નવા નીરની સારી એવી આવક થયેલ છે.

રાજકોટ મનપા કમિશનર અમિત અરોરાએ જળાશયોની આજે બપોરે ૧:૦૦ વાગ્યાની સ્થિતિ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ૨૯ ફૂટની ઊંડાઈ ધરાવતા આજી-૧ ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી ૨૭.૪૫ ફૂટે પહોંચી છે. જ્યારે ૨૫ ફૂટ ઊંડાઈ ધરાવતા ન્યારી-૧ ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે અને વર્તમાન જળસ્તર ૨૫ ફૂટે પહોંચેલ છે. આ ઉપરાંત ૩૪ ફૂટની ઊંડાઈ ધરાવતા ભાદર-૧ ડેમમાં નવી જળ રાશી સાથે વર્તમાન સપાટી ૩૦.૨૦ ફૂટે પહોંચી છે.

આજી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં જળ સપાટીમાં ૭.૬૫ ફૂટનો વધારો. ન્યારી-૧ ડેમમાં ૭.૭૧ ફોતનો વધારો અનેર ભાદર-૧ ડેમમાં ૬.૧૦ ફૂટનો વધારો થયો હતો.

તા. ૧૪-૦૯-૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરને પાણી પુરુ પાડતા જળાશયની સ્થિતિ.

ક્રમજળાશયનું નામજળાશયની કુલ
સપાટી (ફૂટ)
જળાશયનું કુલ
સ્ટોરેજ (MCFT)
આજની જળાશયની
સપાટી (ફૂટ)
જળાશયનો
જથ્થો(Mcft)
દૈનિક ઉપાડ
(MLD)
જથ્થો કયાં સુધી રહેશે ઉપલબ્ધ
(તમામ લોસીસ ધ્યાને લેતા)
1આજી-12991727.4582712528 ફેબ્રુઆરી 2022
2ન્યારી-12512482512486030 એપ્રિલ 2022
3ભાદર-134664030.2049644031 જૂલાઈ 2022
Data Source: Rajkot municipal corporation

Must Read