Homeજાણવા જેવુંશું તમે જાણો છો કે બુર્જ ખલીફા પર એક જાહેરાત કરવા માટે...

શું તમે જાણો છો કે બુર્જ ખલીફા પર એક જાહેરાત કરવા માટે કેટલો ખર્ચ થાય છે ?

-

શું તમે જાણો છો કે બુર્જ ખલીફા પર માત્ર એક જાહેરાત કરવા માટે કેટલો ખર્ચ થાય છે ? – How much cost to place an Ad at Burj Khalifa janva jevu

શું તમે જાણો છો કે દુબઈમાં બુર્જ ખલીફા બિલ્ડિંગ પર જાહેરાત કરવા માટે કેટલો ખર્ચ થાય છે? તમને જણાવી દઈએ કે બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઉંચી ઈમારત છે, જેના પર ઘણી કંપનીઓ પોતાની જાહેરાત કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે 15 ઓગસ્ટના રોજ વિશ્વની આ સૌથી ઊંચી ઈમારત પર ભારતનો ત્રિરંગો પણ લહેરાયો હતો.

How much cost to place an Ad at Burj Khalifa
How much cost to place an Ad at Burj Khalifa janva jevu| image credit : indiatvnews.com

તમને બધાને ખબર હોવી જોઈએ કે બુર્જ ખલીફા પર જાહેરાતો આપવા માટે કંપનીઓને કેટલા પૈસા ચૂકવવા પડે છે અને જ્યારે 15 ઓગસ્ટે તેના પર ભારતીય ત્રિરંગો લહેરાતો હતો ત્યારે શું ભારતે તેના માટે ચૂકવણી કરવી પડી હતી? આમ તો થોડી સેકન્ડના પ્રમોશન માટે બુર્જ ખલીફાની મેનેજમેન્ટ કંપની બીજી કંપનીઓની પાસેથી જે રકમ લે છે તે જાણીને તમને આશ્ચર્ય થશે.

How much cost to place an Ad at Burj Khalifa
How much cost to place an Ad at Burj Khalifa janva jevu| image credit : inhabitat.com

દુબઈનું બુર્જ ખલીફા તેની ઉંચાઈ માટે દુનિયાભરમાં જાણીતું છે. પરંતુ આ સિવાય તેમાં ઘણી અનોખી વસ્તુઓ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નહી હોય અને તેમાંથી એક છે બુર્જ ખલીફા પર રાત્રે કરવામાં આવતો પ્રમોશન જાહેરાત લાઇટ શો.

બુર્જ ખલીફા પર જાહેરાત ખર્ચ? – How much cost to place an Ad at Burj Khalifa janva jevu

જણાવી દઈએ કે બુર્જ ખલીફા પર 3 મિનિટની પ્રમોશન જાહેરાત કરવાનો ખર્ચ લગભગ 250,000 દિરહામ આવે છે, હવે જો આ રકમને ડોલરમાં કન્વર્ટ કરીએ તો તે લગભગ $68000 થાય છે, જ્યારે ભારતીય ચલણમાં તે લગભગ 50,00,000 રૂપિયા થાય છે.
પરંતુ નોંધનીય છે કે આ રકમ વર્કિંગ ડે માટે છે, જો કોઈ કંપની તેની જાહેરાત અઠવાડિયાના અંતમાં કરાવવા માંગે છે તો તેને 3,50,000 દિરહામ સુધી ચૂકવવા પડી શકે છે.

How much cost to place an Ad at Burj Khalifa
How much cost to place an Ad at Burj Khalifa janva jevu | image credit : mydrop.ru

આ ઉપરાંત જો કંપની ઇચ્છે તો તે એકથી વધુ જાહેરાતોમાં પણ શો કરાવી શકે છે, પરંતુ તેણે દર 3 મિનિટ માટે 2,50,000 દિરહામ ચૂકવવા પડશે. જણાવી દઈએ કે આ વીડિયો એડવર્ટાઈઝમેન્ટની સાથે તમે તેના પર મ્યુઝિક, ફટાકડા, લેઝર અને વોટર શો પણ જોઈ શકો છો.

બુર્જ ખલીફા પરની જાહેરાતો આખો દિવસ ચાલતી નથી, તેનો એક નિશ્ચિત સમય હોય છે, જોકે, તેના પર દરરોજ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી પ્રચારની જાહેરાતો બતાવવામાં આવે છે. લાઇટ શોનું મેનેજમેન્ટ દુબઇ સ્થિત માર્કેટિંગ કંપની મુલેન લોવે મેના દ્વારા કરવામાં આવે છે.

How much cost to place an Ad at Burj Khalifa
How much cost to place an Ad at Burj Khalifa janva jevu | image credit : reddit.com

કદાચ હવે તમે વિચારતા હશો કે માત્ર 3 મિનિટની જાહેરાત માટે આટલા પૈસા કોણ આપશે? તો જણાવી દઈએ કે બુર્જ ખલીફા દુબઈનું સૌથી મોટું હોટસ્પોટ છે અને જે કોઈ પણ દુબઈ જાય છે તે આ ઈમારતને એકવાર જરૂર જુએ છે. જેથી બિલ્ડીંગ પર પ્રમોશનલ જાહેરાત દ્વારા લોકોનું ધ્યાન સરળતાથી ખેંચી શકાય છે. આ જ કારણ છે
કે Samsung Huawei જેવી ઘણી મોટી કંપનીઓ બુર્જ ખલીફા પર તેમના ફ્લેગશિપ ફોનની જાહેરાત કરે છે.

How much cost to place an Ad at Burj Khalifa
How much cost to place an Ad at Burj Khalifa | image credit : signandpop.com

જ્યાં સુધી આ ઈમારત પર ભારતીય ત્રિરંગો બતાવવાની વાત છે તો તમને જણાવી દઈએ કે આ UAE સરકારના વિદેશ નીતિના તે પગલાંમાંથી એક છે, જેના દ્વારા UAE માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો સાથે તેની મિત્રતા તરફ ઈશારો કરે છે. અને આમ કરવાથી ત્યાં રહેતા ભારતીયોને પણ ખૂબ સારું લાગે છે.

ગુજરાતીમાં જાણવા જેવું – જાણો – તાજમહેલ ઉપરથી કોઈપણ પ્રકારના એરોપ્લેન શા માટે નથી ઉડતા નથી

Must Read