શું તમે જાણો છો કે દરરોજ ઘરમાં વાપરવામાં આવતી આ વસ્તુઓ નાશ પામતા કેટલો સમય લાગે છે? – how long it takes for some everyday items to decompose
આપણે આપણા રોજિંદા જીવનમાં જાણ્યે-અજાણ્યે પ્લાસ્ટિકની ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ઘણા લોકો પ્લાસ્ટિકની આ વસ્તુને કચરાપેટીમાં ફેંકી દે છે અને વિચારે છે કે તેણે તેનો નાશ કર્યો છે. જ્યારે આ પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે, જે ઘણા વર્ષો સુધી નષ્ટ થતુ નથી અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. પ્રમાણિત કમ્પોસ્ટેબલ ઉત્પાદનો વિશે કહેવામાં આવે છે કે આ 90 દિવસમાં નાશ પામે છે, પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિક જેવી બિન-કમ્પોસ્ટેબલ વસ્તુઓને નાશ કરવામાં કેટલો સમય લાગે છે? જો નહીં, તો અહીં જાણો… how long it takes for some everyday items to decompose
પ્લાસ્ટિક બોટલ: 70-450 વર્ષ
આપણે ક્યાંક બહાર જઈએ છીએ તો પાણીની બોટલ ખરીદીને પીતા હોઈએ છીએ અને પછી તે પ્લાસ્ટિકની પાણીની બોટલ ફેંકી દઈએ છીએ પણ શું તમે જાણો છો કે તે નષ્ટ થવામાં કેટલો સમય લાગે છે? જો તમે નથી જાણતા તો જાણી લો કે પ્લાસ્ટિકની બોટલને નષ્ટ થવામાં 70 થી 450 વર્ષ લાગે છે.

પ્લાસ્ટિક બેગ: 500-1000 વર્ષ
દરરોજ પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠતી રહે છે કારણ કે આ મોટી વસ્તુઓનો નાશ થવામાં 500 થી 1000 વર્ષનો સમય લાગે છે.

લેધર શૂઝ: 25-40 વર્ષ
ઘણા લોકો પ્યોર લેધર શૂઝ એટલે ચામડાના બૂટ પહેરવાનું પસંદ કરે છે. તે બહુ જલ્દી તૂટતું નથી. જેણે આ જૂતા ખરીદ્યા છે તેના માટે આ સારી બાબત છે પરંતુ પર્યાવરણ પર તેની યોગ્ય અસર નથી પડતી કારણ કે તેને નષ્ટ થતા 25 થી 40 વર્ષનો સમય લાગે છે. how long it takes for some everyday items to decompose

દોરો: 3-4 મહિના
દોરો એક જરૂરી વસ્તુ છે પરંતુ આ જ વસ્તુ નાશ પામતા ઘણો સમય લાગે છે. ત્યારે દોરાને નષ્ટ થવામાં 3 થી 4 મહિનાનો સમય લાગે છે.

રૂ: 1-5 મહિના
રૂના ઉપયોગથી ઘણી વસ્તુ બનાવવામાં આવે છે. રૂ 1 થી 5 મહિનામાં નાશ પામે છે.

દોરડું: 3-14 મહિના
એક દોરડાનો નાશ થવામાં 3 થી 14 મહિનાનો સમય લાગે છે.

સિગારેટ: 1-12 વર્ષ
માત્ર સિગારેટનો ધુમાડો જ ખતરનાક નથી, પરંતુ સિગારેટ પીધા પછી જે કુંદો રહે છે તે પણ જોખમી છે. તેનો નાશ કરવામાં 1 થી 12 વર્ષનો સમય લાગે છે.

ટેટ્રા પેકેટ: 5 વર્ષ
આપણે આપણા સ્વાસ્થ્ય માટે દૂધ પીતા હોઈએ છીએ, પરંતુ તે જે પેકેટમાં આવે છે તે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ટેટ્રા મિલ્ક પેકેટ અને મીઠું અને પીણાના પેકેટનો નાશ થતાં 5 વર્ષ લાગે છે.

નાયલોન કાપડ: 30-40 વર્ષ
નાયલોન કાપડને વિઘટિત થતાં 30 થી 40 વર્ષનો સમય લાગે છે.

ગુજરાતીમાં જાણવા જેવું – દુબઈની શેરીઓમાં અલાદ્દીન તેની ઉડતી ચાદર સાથે જોવા મળ્યો