Homeરાષ્ટ્રીયઅદાણીના પોર્ટ પર કેવી રીતે પહોંચ્યા 9000 કરોડના ડ્રગ ? અફઘાનથી થયા...

અદાણીના પોર્ટ પર કેવી રીતે પહોંચ્યા 9000 કરોડના ડ્રગ ? અફઘાનથી થયા હતા ઈમ્પોર્ટ

-

Adani Port Drugs Case in Gujarat – ગૌતમ અદાણીના પોર્ટ પર કેવી રીતે પહોચ્યા 9000 કરોડના ડ્રગ્સ? અફઘાનિસ્તાનથી થયા હતા ઈમ્પોર્ટ

ડ્રગ્સનો(drugs) સૌથી મોટો જથ્થો ગુજરાતના(Gujarat) કચ્છના મુન્દ્રા(mundra) પોર્ટ પરથી પકડાયો છે, જેની કિંમત લગભગ 9000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અફઘાનિસ્તાનથી આયાત કરાયેલા 2 કન્ટેનરમાંથી આશરે 3000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુન્દ્રા પોર્ટ અદાણી પોર્ટની માલિકીનું છે. અદાણી પોર્ટ ગૌતમ અદાણીની કંપની છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સના ઓપરેશનમાં ડ્રગ્સ મળી આવ્યા છે, જે એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવી છે.

ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત એક ફર્મ દ્વારા ડ્રગ્સ વહન કરતા કન્ટેનરોની આયાત કરવામાં આવી હતી અને ફર્મે કન્સાઈનમેન્ટને ‘ટેલ્કમ પાવડર’ તરીકે જાહેર કર્યું હતું. નિકાસ કરતીફર્મેની ઓળખ અફઘાનિસ્તાનના કંદહાર સ્થિત હસન હુસેન લિમિટેડ તરીકે કરવામાં આવી છે.

5 દિવસ સુધી ઓપરેશન ચાલી રહ્યું હતું
DRI અને કસ્ટમનું ઓપરેશન છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યું હતું અને જ્યારે એજન્સીએ કન્સાઇનમેન્ટ અટકાવી તપાસ કરી ત્યારે ટેલ્કમ પાવડરના નામે 9000 કરોડ રૂપિયાના ડ્રગ્સ મળી આવ્યા હતા. આ પછી એજન્સીએ 5 શહેરોમાં તપાસ શરૂ કરી છે.

Must Read