Homeગુજરાતવીડિયો કોલમાં નગ્ન કરીને હનીટ્રેપનો શિકાર બનાવનાર ટોળકીએ લીધો યુવકનો જીવ

વીડિયો કોલમાં નગ્ન કરીને હનીટ્રેપનો શિકાર બનાવનાર ટોળકીએ લીધો યુવકનો જીવ

-

Honeytrap Case in Gujarat – ઇન્સ્ટાગ્રામ પર મિત્રતાનું બહાનું કરીને યુવતી સામેથી નગ્ન થઇ અને યુવકને નગ્ન થવા માટે ઉશ્કેર્યો હતો. આ પછી તેનો વીડિયો ઉતારીને લેવામાં આવ્યો હતો અને યુવાનને બ્લેકમેલ કરતી ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી હતી.

યુવકને બ્લેકમેઈલ કરીને પૈસાની માંગણી કરવામાં આવતી હતી, પછી કંટાળી પોતે ફાંસો ખાઈ લેશે તેવો ફોટો મોકલીયો હતા તેમ છતાં આ ગેંગે તેની એકપણ સાંભળી નહિ અને ઉલટાના વધુ પૈસા માંગણી કરતી રહી આખરે યુવાને ધમકીઓથી ડરીને રાંદેરમાં રહેતા 27 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ઓલપાડ તાલુકાનો રહેવાસી અને ઉગત-ભેંસાણ રોડ પરના એપાર્ટમેન્ટમાં રાત્રે સૂવા માટે ગયેલો હતો, પણ આ 27 વર્ષીય નવયુવાન મોહનીશ સવારે પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલો નાનો ભાઈ સવારે સાડા દસ વાગે આવ્યો ત્યારે મોટા ભાઈને પંખાથી લટકતો જોઈ ચોંકી ઉઠ્યો હતો.

ત્યારબાદ તેને રાંદેર પોલીસને જાણ કરી હતી, અને ઘટના સ્થળ પર રાંદેર પોલીસ આવતા ડેડબોડીને PM કરવામાં માટે સુરત સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પણ યુવાનનું મૃત્યુનું રહસ્ય હજી અકબંદ હતું.તેના નાના ભાઈએ મોતનું કારણ જાણવા તેનો મોબઈલ ચેક કર્યો તોતે ચોંકી ગયો હતો.અને તેને ખ્યાલ આવ્યો કે તેનો ભાઈ હનીત્રેપનો શિકાર થયો હતો. બાદમાં તેને રાંદેર પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ ગેંગ સામે બ્લેકમેલિંગ અને આત્મહત્યા કરવા માટે મજબુર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઈમની ટીમે આરોપીને ઝડપી લીધો હતો
તપાસ સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટર તરુણ ચૌધરીને સોંપવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતા સાયબર ક્રાઈમની ટીમે ગુજરાત બહાર છટકું ગોઠવીને હનીટ્રેપ ગેંગને ઝડપી પાડ્યા બાદ કોલિંગ નંબર, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને યસ બેંક એકાઉન્ટ કે જેમાં પૈસા જમા થયા હતા તેની માહિતી મેળવી હતી.

શ્રેયા097 નામની યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો
મૃતકનો વીડિયો ચેક કરતાં પોલીસને શ્રેયા097 નામની યુવતીનો વીડિયો કોલ મળ્યો. જેમાં યુવકને ઉશ્કેર્યા બાદ યુવક નગ્ન બની ગયો હતો. આ દરમિયાન યુવતીએ વીડિયો બનાવી લીધો હતો. 31મી તારીખની રાત્રે યુવકે 2:18 વાગ્યે 5 હજાર, 2:26 વાગ્યે 5 હજાર અને 2:29 વાગ્યે બીજા દસ હજાર અને યસ બેંકના ખાતામાં 20 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. તેમ છતાં વધુ પાંચ હજારની માંગણી કરી હતી. નહીતર તે યુવકની બહેનને વીડિયો મોકલવાની વાત કરી હતી જેથી આખરે યુવકે મોતનો માર્ગ પસંદ કર્યો હતો.

Must Read