હની ટ્રેપ Honey Trap, સુરત Surat : સ્વરૂપવાન મહિલાને આગળ કરી વેપારીને જાળમાં ફસાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હની ટ્રેમમાં ફસાવવા ટોળકી દ્વારા મુખ્યત્વે વેપારીઓને ટારગેટ કરાતા હોય તેમ જણાય છે. બે દિવસ પહેલા જ સુરતના એક સાડીના વેપારીને શિકાર બનાવનાર વેપારીએ પોલીસના સજેસન બોક્સમાં પત્ર મુક્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. એવામાં સુરતમાં વઘુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે.
હની ટ્રેપ Honey Trap/ સુરતના વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો મહિલા સહિત ટોળકીની ધરપકડ
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહી ફરસાણનો વ્યાપાર કરતો વેપારી શખ્સ હની ટ્રેપમાં ફસાયો છે. આ વેપારીનને 10-15 દિવસ પહેલા મોબાઈલ પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. મેસેજ મળતા આ વેપારી એ આપ કોણ છો તેવું પુછતા તેમને સામેથી ખુશ્બુ હોવાનું જણાવાયું હતું. વેપારી તેમને ઓળખતો ન હોય વાત કરવાની ના પાડી હતી, પરંતુ સામે બાજુથી ખુશ્બુ તેમને ઓળખતા હોવાનું જણાવી રહી હતી.
આ મેસેજનો સીલસીલો સતત વધતો રહ્યો અને બંને વચ્ચે નિયમીત રીતે વોટ્સએપ પર વાતો થવા લાગી હતી. વોટ્સએપ કોલીંગ પર વેપારી અને મહિલા વચ્ચે વાતો પણ થવા લાગી હતી. દરમિયાન ગત 7 એપ્રિલના રોજ બપોરે યુવતીએ વેપારીને એક “કોલ મી” એવો મેસેજ કર્યો હતો. જેના લીધે વેપારીએ તેને ફોન કરતા તેને કહ્યું કે આવો ત્યારે નાસ્તો લેતા આવજો તેમ જણાવ્યું હતું. આ વાતના આગળના દિવસે પણ મહિલાએ તેને મળવા બોલાવ્યો હતો.
ખુશ્બુના જણાવ્યા પ્રમાણે વેપારી વરાછાના ખોડીયાર નગર ખાતેથી નાસ્તો લઈ બપોરના સુમારે ખુશ્બુને મળવા માટે ડભોલી શાક માર્કેટ પાસે આવેલા મનિષ નગર પહોંચ્યો હતો. ત્યાં ક્રિષ્ના બેકરીની ઉપર પહેલા માળે એક મહિલા ઉભી હતી. જ્યાં મહિલા એ વેપારીને ફ્લેટની અંદર લઈ ગઈ જ્યાં પહેલેથી અન્ય મહિલા હાજર હતી.
વેપારી તેણીના ફ્લેટમાં મહિલાઓ સાથે સોફા પર બેઠો દરમિયાન મહિલાએ તેને બીજા રૂમમાં જવા જણાવ્યું હતું. વેપારીને બીજા રૂમમાં નહીં જવાનું જણાવતા તેણીએ ફોસલાવી કંઈ નહીં થાય તેમ કહી ખભ્ભા પર હાથ રાખી વેપારીને બીજા રૂમમાં લઈ ગઈ હતી. બીજા રૂમમાં લઈ જઈ ખુશ્બુએ તેનું સાચુ નામ જયશ્રી ઉર્ફ પાયલ રોહિત બોરડ કહ્યું હતુ. જ્યાં તે વેપારી સાથે શારીરીક અડપલા કરવા લાગી હતી અને ત્યાં અચાનક રૂમનો દરવાજો ખોલી બે શખ્સો ઘુસી આવ્યા હતા. જેમાનાં એકે આ મારી પત્ની છે મને શંકા હતી કે હું નોકરી પર જઉં પછી આવું કામ કરે છે તેમ બુમો પાડવા લાગ્યો હતો.
આ બાબલ વચ્ચે અન્ય બે અન્ય વ્યક્તિઓ આવી ચડ્યા હતા અને જયશ્રીના ભાઈ તરીકે ઓળખ આપી હતી. તેઓ એ મળી આ વેપારીને માર માર્યો હતો. બાદમાં વેપારીને બળાત્કારના કેસની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. ભયના લીધે વેપારીએ 10 હજાર રૂપિયા તો આપી દિધા હતા પણ તે ગેંગ વધારે 50 હજારની માંગણી કરતા હતા. મિત્રો પાસેથી પૈસાની વ્યવસ્થા કરવાના નામે વેપારી ત્યાંથી છટકી સીંગણપોર પોલીસ મથકે જઈ ફરિયાદ કરી હતી.
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલને ઝડપી પાડ્યા છે. અગાઉ પણ આ ગેંગે કોઈને ફસાવ્યા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.
આજના ગુજરાતી સમાચાર વાંચો:
ફ્લાઈટથી વડોદરા આવેલા વૃધ્ધ કોરોનાના XE વેરિઅન્ટ સંક્રમિત, ગુજરાતનો પ્રથમ કેસ
જૂઓ વિડીયો- હાસ્ય: ટ્રેનમાં જગ્યા ન મળે તો આવું ન કરશો લોકો હાસ્યનું પાત્ર બનાવશે