Homeધર્મ ભક્તિહોળીકા દહન પૂજા વિધિ અને શુભ મુહૂર્ત સહિતની ધાર્મિક બાબતો જાણો

હોળીકા દહન પૂજા વિધિ અને શુભ મુહૂર્ત સહિતની ધાર્મિક બાબતો જાણો

-

Holi 2022 Date (17 March 2022) હોળી તારીખ 17 માર્ચ 2022 News.Gujaratiજાણવા જેવું 2022 : હોળીકા દહન પૂજા વિધિ અને શુભ મુહૂર્ત અને ધાર્મિક બાબતો જાણો. હોળી એ હિન્દુઓનો મુખ્ય ધાર્મિક તહેવારમાંનો એક તહેવાર છે. હોળીને રંગોના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. દીપાવલી પછી હોળીને હિન્દુઓનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. હોળીનો તહેવાર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 17 માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે. મોટાભાગના સ્થળોએ હોળી બે દિવસ ઉજવવામાં આવે છે. હોળીનો પ્રથમ દિવસ હોલિકા દહન અને ધૂળેટી તરીકે ઓળખાય છે, અને આ દિવસે લોકો હોળીકાની પૂજા કરે છે અને તેને અગ્નિમાં બાળે છે.

હોળીકા દહનનું શુભ મુહૂર્ત (Holika Dahan 2022 Shubh Muhurat)

હોળીકા દહન પૂજા સામગ્રી (Holika Dahan 2022 Puja Samagri)

હોળીકા દહન પૂજા વિધિ (Holika Dahan Puja Vidhi 2022)

Holi 2022 હોળીકા દહન પૂજા વિધિ અને શુભ મુહૂર્ત અને ધાર્મિક બાબતો જાણો

જ્યારે બીજા દિવસને રંગ વાલી હોળી એટલે કે ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. સૂકા ગુલાલ અને પાણીના રંગોનો તહેવાર હોળીકા દહન કર્યાના બીજા દિવસે ઉજવવામાં આવે છે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક થાય છે. આવી સ્થિતિમાં 10 માર્ચથી હોલાષ્ટકનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન લગ્ન, મુંડન, સગાઈ, ગૃહપ્રવેશ વગેરે જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ફાલ્ગુન માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટક શરૂ થાય છે. હોળીના પ્રથમ દિવસે, સૂર્યાસ્ત પછી, હોળીકાની પૂજા અને દહન કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ હોળીકા પૂજા મુહૂર્ત પર જ કરવામાં આવે તેવું માનવામાં આવે છે.

હોળીકા દહનનું શુભ મુહૂર્ત (Holika Dahan 2022 Shubh Muhurat)

 • ધૂળેટી શુક્રવાર, તારીખ 18 માર્ચ 2022 ના દિવસે ઉજવવામાં આવશે.
 • હોળીકા દહન ગુરૂવાર, તારીખ 17 માર્ચ 2022 ના દિવસે થશે.
 • પૂર્ણિમાં તિથિ પ્રારંભ તારીખ 17 માર્ચ 2022 ના દિવસે 01:29 વાગ્યે.
 • પૂર્ણિમાં તિથિ સમાપ્ત તારીખ 18 માર્ચ 2022 12:47 વાગ્યે
holi 2022 dhuleti colour festival ritual date 17 march 18 march 2022 holika puja vidhi and shubh muhurat in gujarati
પ્રતિકાત્મક તસવીર

હોળીકા દહન પૂજા સામગ્રી (Holika Dahan 2022 Puja Samagri)

 1. એક વાટકી પાણી.
 2. ગાયના ગોબરથી બનેલી છાણાંની એક માળા.
 3. અક્ષત (ચોખા).
 4. અગરબત્તિ અને ધૂપ.
 5. ફુલ.
 6. સુતરનો દોરો.
 7. હળદર.
 8. મગ.
 9. ગળ્યા પતાશા.
 10. ગુલાલ પાઉડર.
 11. નારિયેળ.
 12. નવું અનાજ જેમકે ઘઉં.

હોળીકા દહન પૂજા વિધિ (Holika Dahan Puja Vidhi 2022)

holi 2022 date holika puja vidhi thali and shubh muhurat in gujarati
પ્રતિકાત્મક તસવીર
 1. પૂજાની સામગ્રી એક પાત્રમાં લઈ લેવી. પૂજા થાળી સાથે પાણીનું એક તાંબાનું પાત્ર રાખવું. પૂજા સ્થળ પર પૂર્વ કે ઉત્તર દિશામાં મોં રાખી બેસવુ જોઈએ. બાદમાં પૂજા થાળી પર અને પૂજામાં બેઠેલા વ્યક્તિ પર પાણી છાંટવું અને ‘ઓમ પુંડરીકાક્ષ: પુનાતુ’ મંત્રનો ત્રણ વખત જાપ કરવો.
 2. બાદમાં જમણા હાથમાં જળ, ચાવલ, ફૂલ અને એક સિક્કો રાખી સંકલ્પ કરવો.
 3. બાદમાં જમણાં હાથમાં ફૂલ અને ચોખા રાખી ગણેશ ભગવાનનું સ્મરણ કરવું.
 4. ભગવાન ગણેશની પૂજા કર્યા બાદ, દેવી અંબિકાનું સ્મરણ કરવું અને ઓમ અંબિકાયૈ નમઃ પંચોપચારાર્થે ગંધાક્ષતપુષ્પાણી સમર્પયામિ મંત્રનો જાય કરવો. મંત્રનો જાપ કરતા કરતા ફૂલ, ચોખા રાખી દેવી અંબિકાને સુગંધ સહિત અર્પણ કરો.
 5. બાદમાં ભગવાન નરસિંહનું સ્મરણ કરો. મંત્રનો જાપ કરતા કરતા ફૂલ અને ચોખા ભગવાન નરસિંહને અર્પણ કરો.
 6. હવે ભક્ત પ્રહલાદનું સ્મરણ કરો. ફૂલ અને ચોખા હાથમાં લઈ ભક્ત પ્રહલાદને અર્પણ કરો.
 7. હવે હોળીકા પાસે ઉભા રહી હાથ જોડી પ્રાર્થના કરો. બાદમાં હોળીકામાં ચોખા, ધૂપ, ફૂલ, મગ, હળદર, નારિયેળ, અને ગાયના સુકા છાણાંથી બનેલી માળા અર્પણ કરો. હોળીકાની પરિક્રમા કરતા કરતા ચારે તરફ સુતરનો દોરો બાંધો. હવે પાણીનું પાત્ર હોળીની સામે ઢોળી દઈ પ્રાર્થના કરો.
 8. આ વિધિ બાદ હોળીકા દહન કરવામાં આવે છે. હોળીકાના દહનની શરૂઆત થતા પરિક્રમા કરી આશિર્વાદ મેળવવામાં આવે છે. સાથે જ નવો આવેલો પાક જેમ કે ઘઉં જેવા કૃષી પાકને હોળીકામાં થોડા અર્પણ કરી થોડા પ્રસાદી તરીકે લેવામાં આવે છે. આ પ્રસાદી હાજર સૌ કોઈ દર્શનાર્થીઓમાં વહેંચણી કરી ધન્યતા અનુભવાય છે.

આજના તાજા સમાચાર ગુજરાત– Gujarat News

ગુજરાતમાં શિક્ષણ બાબતે મહત્વના સમાચાર, શિક્ષણ મંત્રીએ ગૃહમાં કરી જાહેરાત

ધર્મ પરિવર્તનની 350 અરજીઓ મળી, ધારાસભ્યના સવાલ પર સરકારનો જવાબ

જાણવા જેવું ગુજરાતીમાં Janva jevu Gujaratima વાંચો નીચે આપેલી લીંકમાં

યુક્રેનમાં સ્પેટનાઝપ્રાકૃતિક ખેતી ખર્ચરહિત હોવાથી દેશના નાના ખેડૂતોને ખૂબ ફાયદો થશે – જાણો

જાણો – મોતીની ખેતી કઈ રીતે કરવામાં આવે છે

આ ખેતી કરીને એક વૃક્ષમાંથી કમાઈ શકો છો 6 લાખ રૂપિયા ! જાણો ખેતીની પદ્ધતિ

Virol Funny Comedy વાયરલ વિડીયો Viral Videos Today જોવા માટે અહિં ક્લિક કરો.

જૂઓ વીડિયો- ત્રણ-ત્રણ કોબ્રા સાપને રમાડતો હતો અને થયું આવું

જૂઓ વીડિયો- દરરોજ ઘોડા પર સવાર થઈ ઓફિસે જાય છે યુવાન જાણો કેમ ?

જૂઓ વીડિયો- ચેતજો ! લોક લગાવો તો પણ બુલેટ 30 સેકેન્ડમાં આ રીતે કરે છે ચોરી

Must Read