મેંગ્લોર Manglore : દેશમાં હિટ એન્ડ રન Hit and Run ની ઘટનાઓ બનતી રહે છે. જ્યારે હિટ એન્ડ રનની ઘટના બને ત્યારે પ્રજામાં આક્રોશ જોવા મળે છે. આવી જ એક ઘટના કર્ણાટક ના મેંગ્લોરમાં સામે આવી હતી. જેમાં BMW કારના ચાલકે પૂરપાટ ઝડપે ઘસી જઈ લોકોને ઈજાગ્રસ્ત કર્યાના અહેવાલ છે. સાથે જ આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોતા લોકો રોષ પ્રગટ કરી રહ્યાં છે.
કથિત વીડિયો ફૂટેજ કર્ણાટકના મેંગ્લોરના છે, જેમાં ઝડપથી ચાલી રહેલી BMW કારના ચાલકે કેટલાક લોકોને ઈજાગ્રસ્ત કર્યા તે જોઈ શકાય છે. આ ઘટના કેમેરામાં કેદ થતા કથિત વિડિઓ વાયરલ Viral Video થઈ રહ્યો છે. આ અકસ્માત ગત 9 એપ્રિલના રોજનો હોવાનું જણાવાય રહ્યું છે. હાલ અકસ્માતમાં ઘાયલ થયેલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. સાથે જ અહેવાલ મળી રહ્યાં છે કે, પોલીસે આરોપી ડ્રાયવર સામે કેસ નોંધી તેની ધરપકડ કરી છે.
હિટ એન્ડ રન / BMW કાર ડિવાડર કુદી સ્કૂટી ચાલક પર ફરી વળી -Hit and Run
અહેવાલો મુજબ આ અકસ્માતની ઘટના બપોરે એકાદ વાગ્યા આસપાસની છે. જે મેંગ્લોરના બલ્લાબાગ ચાર રસ્તા પાસે બની હતી. કથિત વીડિયો જોતા અકસ્માતની ગંભીરતા સમજી શકાય તેમ છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, પૂરપાટ ઝડપે ઘસી આવતી BMW કાર ચાલકે પોતાનો કાબુ ગુમાવતા કાર ડિવાડર પર ચડી અને કુદી હતી. જેના કારણે એક સ્કૂટી ચાલક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. સાથે જ માર્ગ પર પગપાળા પસાર થઈ રહેલી અન્ય મહિલા પણ માંડ-માંડ આ અકસ્માતનો ભોગ બનતી બચી હતી.
પ્રાપ્ત અહેવાલો મુજબ આ બેકાબુ બી.એમ.ડબ્લ્યુ. કારનો ચાલક મન્નાગુડ્ડા શ્રવણ કુમાર હતો. જેને હાજર લોકો એ સ્થળ પર જ ઝડપી પાડ્યો અને પોલીસને સોંપ્યો હતો. સાથે જ આક્ષેપ છે કે ડ્રાયવર નશામાં હોય તેવું પણ જણાતુ હતું.
Read More Gujarati news:
‘AAP’ ના મનીષ સિસોદિયા ગુજરાતની શાળાની મુલાકાતે, શિક્ષણમંત્રીના મતવિસ્તારની શાળાનું કર્યું વર્ણન
રામનવમની શોભાયાત્રા ઘર્ષણ/ ખંભાતમાં 3 મૌલવી સહિત 7ની અટકાયત, હાર્દિક પટેલે કહ્યું આવું