28 C
Ahmedabad

હિટ એન્ડ રન વિડીયો: પૂરપાટ ઝડપે બાઈક ચાલકને ટક્કર મારી સ્કોર્પિયો ચાલક ફરાર

Published:

નવી દિલ્હી : Delhi hit and run case : દિલ્હીમાં હિટ એન્ડ રન કેસનો એક વિડીયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ Viral થઈ રહ્યો છે, જેમાં એક સ્કોર્પિયો કાર [Scorpio Car] બાઇકચાલકને ટક્કર મારતી જોવા મળે છે. કાર ચાલકે પૂરપાટ ગતિએ કાર ચલાવી મારેલી ઠોકર એટલી જોરદાર હતી કે બાઈક સવાર ઉછળીને રસ્તાની સાઈડમાં લાગેલી પ્રોટેક્શન ગ્રીલ સાથે અથડાયો હતો. મહત્વની વાત છે કે બાઈક સવારે માથાપર હેલ્મેટ પહેરેલું હોય માથાને ગંભીર ઈજા થતા રહી ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં બાઇક સવારને કોઇ ગંભીર ઇજા થઇ નથી અને તે સુરક્ષિત છે. મળતી માહિતી મુજબ, સ્કોર્પિયો ચલાવી રહેલા વ્યક્તિની બાઇક સવાર સાથે થોડી દલીલ થઈ હતી. જે બાદ તેણે ગુસ્સામાં આવીને બાઇકચાલકને ટક્કર મારી હતી અને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

આ હિટ એન્ડ રનની ઘટનાનો વિડીયો Video રવિવાર સવારનો હોવાના અહેવાલ મળ્યા છે. તેમજ આ ઘટના દિલ્હીના અરજણગઢ મેટ્રો સ્ટેશનની નીચે બની હોવાના અહેવાલ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પાછળથી આવી રહેલી પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે જાણી જોઈને એક બાઇક ચાલકને ટક્કર મારી હતી. બાઈક સવાર બાઈકને ટક્કર લાગતા જ કાબુ ગુમાવી ઉછળીને દૂર જઈ પડ્યો હતો. બાઇક સવારને કોઇ મોટી ઇજા ન થતાં તે તરત જ ઉભો થઇ ગયો હતો.

હિટ એન્ડ રન વિડીયો: બાઈક ચાલકને ટક્કર મારી સ્કોર્પિયો ચાલક ફરાર – Hit and run case

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનાના પીડિત બાઇક ચાલકનું નામ શ્રેયાંશ છે અને તેની ઉંમર આશરે 20 વર્ષ છે. પીડિત શ્રેયાંશ તેના કેટલાક મિત્રો સાથે બાઇક પર દિલ્હી પરત ફરી રહ્યો હતો. દરમિયાન રસ્તામાં સ્કોર્પિયો કાર ચાલક સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. બાઈક સવાર સાથે રકઝક કરી સ્કોર્પિયો ચાલક શ્રેયાંશની બાઇકને જાણી જોઈને ટક્કર મારીને ભાગી ગયો હતો.

આ મામલામાં, દક્ષિણ પશ્ચિમ જિલ્લા પોલીસે, ટ્વિટના વિડીયોને ધ્યાનમાં લેતા, સ્થળની ઓળખ કરી છે. આ વિસ્તાર ફતેહપુર બેરી દક્ષિણ જિલ્લાનો છે. જોકે, પીડિતા હજુ પોલીસ સમક્ષ આવી નથી. આથી એફઆઈઆર નોંધાઈ નથી. તે જ સમયે, વાહનની ઓળખ કરવામાં આવી છે અને તેના માલિકની પણ ઓળખ કરવામાં આવી છે.

Related articles

Recent articles