Homeગુજરાતઝડપાયેલ ડ્રગ્સની કિંમત 20,000 કરોડને પાર, જાણો કોણ છે શંકાના દાયરામાં ?

ઝડપાયેલ ડ્રગ્સની કિંમત 20,000 કરોડને પાર, જાણો કોણ છે શંકાના દાયરામાં ?

-

heroin seized at mundra port weighs 3000 kg worth rs 21000 cr dri: Gujarati News

મુન્દ્રા બંદરેથી (Mundra Port) જપ્ત કરાયેલ ડ્રગ્સની (Drugs) કિંમત 20,000 કરોડ સુધીની હોઈ શકે છે, તાલિબાન-આઈએસઆઈની પણ શંકા

ગુજરાતના (Gujarat) કચ્છના મુન્દ્રા બંદરે પકડાયેલા અફઘાન હેરોઈનની કિંમત 9000 કરોડથી વધીને 11000 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ કન્સાઇનમેન્ટના મૂલ્યાંકનનું કામ છેલ્લા 6 દિવસથી ચાલી રહ્યું છે. માનવામાં આવે છે કે તેની કિંમત 20000 કરોડ સુધી હોઇ શકે છે. ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટનું (Consignment) જોડાણ આંધ્રપ્રદેશના વિજયવાડાથી (Andhra Pradesh- Vijayawada) કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે તાલિબાન અને ISI નું જોડાણ પણ સામે આવ્યું છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી પણ આ મામલાની તપાસ કરી શકે છે.

ડીઆરઆઈના (DRI) જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત એક ફર્મ દ્વારા હેરોઈન વહન કરતા કન્ટેનરોની આયાત કરવામાં આવી હતી અને ફર્મએ કન્સાઈનમેન્ટને ‘ટેલ્કમ પાવડર’ તરીકે જાહેર કર્યું હતું. નિકાસ કરતી ફર્મની ઓળખ અફઘાનિસ્તાનના કંદહાર સ્થિત હસન હુસેન લિમિટેડ તરીકે કરવામાં આવી છે. જ્યારે આ માલ કચ્છના મુન્દ્રા બંદર, ગુજરાતથી ઈરાન અને ઈરાનથી અફઘાનિસ્તાન પહોંચ્યો ત્યારે ડીઆરઆઈ અને કસ્ટમ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ખબર પડી કે તે ટેલ્કમ પાવડરની આડમાં કરોડોના ડ્રગ્સ છે.

આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત આશી ટ્રેડિંગ ફર્મ દ્વારા મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી ઈરાન અને ઈરાનમાં કન્ટેનરોની આયાત કરવામાં આવી હતી. આયાતકાર આશી ટ્રેડિંગ ફર્મ ચલાવતા દંપતી સુધાકર અને વૈશાલીની ચેન્નઈથી ધરપકડ કરવામાં આવી છે. ભુજની કોર્ટમાં બંને આરોપી પતિ-પત્નીને 10 દિવસના રિમાન્ડ પર DRI ને સોંપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલામાં સામેલ અન્ય ઘણા મોટા લોકોની ધરપકડ થઈ શકે છે. સોમવારે રાત્રે પણ, ડીઆરઆઈએ બે અફઘાન નાગરિકો સહિત એક ભારતીય નાગરિકની દિલ્હીથી અટકાયત કરી છે. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ વર્ષે જૂન મહિનામાં ડીઆરઆઈ અને કસ્ટમની બેદરકારીને કારણે ડ્રગ્સનો મોટો જથ્થો રવાના થયો હતો. ડ્રગ્સનો જથ્થો જ્યાં પહોંચવાનો હતો ત્યાં પહોંચી ગયો છે. હવે આ સમગ્ર મામલામાં કસ્ટમ અને DRI ના કેટલાક સ્થાનિક અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. જો આ સમગ્ર મામલામાં NIA દ્વારા તપાસ કરવામાં આવે તો વધુ ઘણા મોટા ખુલાસા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે જે જહાજમાંથી આ ડ્રગ્સનો જથ્થો ભારત આવ્યો હતો તે ઈરાની કંપની દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે કચ્છના મુન્દ્રા બંદરની કામગીરી અદાણી કંપનીના હાથમાં છે. ડ્રગ્સનો આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હતો. જે ચેન્નાઈના એક સરનામે મોકલવાના હતા. આ માલ ટેલ્ક પથ્થરોના રૂપમાં રજૂ કરવામાં આવ્યો હતો.

Must Read