Homeમનોરંજન'નર્ક' ની અનુભૂતિ કરાવતું મંદિર Hell Temple

‘નર્ક’ ની અનુભૂતિ કરાવતું મંદિર Hell Temple

-

લોકો માનસિક શાંતિ અને તેમને કરેલા પાપોના પ્રાયશ્ચિત માટે મંદિરની મુલાકાત લે છે. થાઈલેન્ડમાં એક એવું મંદિર છે, જે કોઈ “નર્ક” થી ઓછું નથી લાગતું. મેઈલઓનલાઈનના અહેવાલ મુજબ, ચિયાંગ માઈમાં નર્ક મંદિર તરીકે પ્રખ્યાત “વૈટ મે કેટ નોઈ” મંદિરમાં આવા ઘણા ભયાનક શિલ્પો છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
નર્ક’ ની અનુભૂતિ કરાવતું મંદિર – Hell Temple

આ સિવાય, આવા ઘણા બાંધકામો છે જે અત્યાચાર અને વેદના દર્શાવે છે. આ તમામ બાંધકામો એક સાધુ દ્વારા ગોઠવવામાં આવ્યા હતા, જે ભક્તોને બતાવવા માંગતા હતા કે પાપ કરવાના પરિણામો શું છે. આ મંદિર જન્મદિવસ, લગ્ન અને અંતિમ સંસ્કાર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
નર્ક’ ની અનુભૂતિ કરાવતું મંદિર – Hell Temple

મંદિરની સ્થાપના બૌદ્ધ સાધુ પ્રા ક્રુ વિશાંજલિકોન દ્વારા કરવામાં આવી હતી. જેમના મનમાં મંદિર માટે એક વિચાર હતો. તેણે કહ્યું કે, હું લોકોને ડરાવવા માંગુ છું. હું તેમને નર્ક અને પાપથી ડરાવવા માંગતો હતો, જેથી તેમને શરમ આવે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
નર્ક’ ની અનુભૂતિ કરાવતું મંદિર – Hell Temple

અહીં દેવી -દેવતાઓની કોઈ મૂર્તિઓ નથી, પરંતુ મૃત્યુ પછી નર્કમાં જે પ્રકારની યાતનાઓ થાય છે તે દર્શાવતી મૂર્તિઓ છે. અહીંની દરેક મૂર્તિ નર્કની પીડા અને વેદના સૂચવે છે. ઉપરાંત, તે બતાવે છે કે નર્કમાં કયા ગુના માટે કઈ-કઈ સજા આપવામાં આવે છે.

વધુ વાંચો IPS છાયા શર્માએ આ રીતે 24 કલાકમાં ઉકેલ્યો નિર્ભયા ગેંગ રેપનો કેસ

Must Read