Homeગુજરાતરાજકોટમાં સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતર્ક; ૨૫૦ થી વધુ સ્થળાંતરીત

રાજકોટમાં સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતર્ક; ૨૫૦ થી વધુ સ્થળાંતરીત

-

Heavy Rain in Gujarat: Rajkot City news in Gujarati

  • નિચાણવાળા વિવિધ વિસ્તારોમાં લોકોના સ્થળાંતરની સઘન કામગીરી હાથ ધરાઈ
  • ૨૫૦ થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું

રાજકોટ (Rajkot) જિલ્લામાં પડી રહેલા સાર્વત્રીક વરસાદના પગલે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસનની ટીમ લોકોને ભારે વરસાદથી કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે સતર્ક બની કાર્ય કરી રહી છે.

સમગ્ર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના કેટલાક ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા આ ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરી તેમનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.

જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગામમાં નિચાણવાળા વિસ્તારોના ૨૪ શ્રમિકોને ભક્તિધામ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે વેરી ડેમ ઓવરફલો થતાં તેની નિચાણવાળા વિસ્તાર એવા બાલાશ્રમ અને આશાપુર વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મોજ ડેમ અને વેણું ડેમ પુર્ણ સપાટીએ ભરાતા મોજ ડેમના ૨૭ દરવાજા ૫ ફૂટ અને વેણું ડેમના ૧૪ દરવાજા ૧૫ ફૂટ ખોલવામાં આવ્યા છે. મોજ નદીમાં ઘોડાપુર આવતાં આ વિસ્તારના ૨૫૦ થી વધુ લોકોનું ચિત્રાવડ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદના પરિણામે જિલ્લાના રસ્તાઓ – કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તા – કોઝવેને પણ નૂકશાન થવા પામ્યું છે. જિલ્લાના ગોંડલ તાલુકાના વોરા કોટડા – ગોંડલ જવાના રસ્તા ઉપર પાણી આવી જતાં ત્યાં અવર – જવર બંધ કરવામાં આવી છે. જ્યારે ઉપલેટા તાલુકાના ખીરસરા – ભાયાવદર વચ્ચેનો કોઝવે તુટી જતાં રસ્તો બંધ કરાયો છે.     

Must Read