Homeગુજરાતરાજકોટરાજકોટ જિલ્લાનું સાપ્તાહિક હવામાન અને કૃષિ વૈજ્ઞાનિક ભલામણ... - હવામાન સમાચાર

રાજકોટ જિલ્લાનું સાપ્તાહિક હવામાન અને કૃષિ વૈજ્ઞાનિક ભલામણ… – હવામાન સમાચાર

-

હવામાન સમાચાર – રાજકોટ તા 16- ભારત સરકારશના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ ,જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા તરફથી જણાવવામાં આવે છે કે, ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના રાજકોટ જિલ્લામાં  આગામી તા.૧૭-૧૧-૨૦૨૧ થી તા.૨૧-૧૧-૨૦૨૧ દરમ્યાન હવામાન સૂકું અને વાદળછાયું રહશે.

આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૨૯-૩૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૮-૨૦ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૨૮-૮૩ અને ૨૦-૫૮ ટકા રહેશે. પવનની દિશા પૂર્વ અને ઈશાનની રહેવાની અને પવનની ઝડપ ૧૧ થી ૧૮ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

આ સમયગાળા દરમ્યાન કપાસ અને શાકભાજીના પાકોમાં  નિંદામણ કાર્ય જરૂરિયાત મુજબ કરવું. જીવાતોના નિયંત્રણ માટે પ્રકાશ પિંજર મુકવા. પ્રકાશ પિંજરના બલ્બ નીચે પાણીથી ભરેલ ટમ્બલર (વાસણ) માં રોગર દવા અથવા કેરોસીન નાખવું જેથી જીવાતના ફૂદા પ્રકાશમાં આકર્ષાઇને મૃત્યુ પામે. શિયાળુ પાકો ચણા, રાઈ, લસણ, ઘઉં, જીરું, ધાણા, ડુંગળી, મેથી વિગેરેનું  વાવેતર સમયસર પૂર્ણ કરવું. કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ થાય નહિ તે માટે નિયંત્રિત પિયત આપવું અને નાઈટ્રોજનયુક્ત ખાતરનો વધુ પડતો ઉપયોગ ન કરવા કૃષિ વૈજ્ઞાનિક ભલામણ કરાઇ છે.|||

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...