Homeરાષ્ટ્રીયમોટા હુમલાનું કાવતરું નિષ્ફળ, હરિયાણામાં ચાર શંકાસ્પદ ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ

મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ, હરિયાણામાં ચાર શંકાસ્પદ ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ

-

કરનાલ : હરિયાણાના કરનાલથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હરિયાણા પોલીસે કરનાલથી મોટા હુમલાના ષડયંત્ર પહેલા ચાર શખ્સોની ધરપકડ કરી છે. કરનાલથી ઝડપાયેલા ત્રણેય આરોપી ખાલીસ્તાની આંતંકી સંગઠન અને આઈ.એ.આઈ સાથે જોડાયેલા હોવાના આરોપ છે. પોલીસે ઝડપેલા આરોપી પાસેથી હથિયાર અને આર.ડી.એક્સ. મળી આવ્યું હોવાના અહેવાલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ વહેલી સવારે 4 વાગ્યે કરનાલના બસ્તાડા ટોલનાકા પાસેથી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પર ખાલિસ્તાની આતંકવાદ અને આઈ.એસ.આઈ. સાથે સંકળાયેલા હોવાના આરોપ છે. ચારેય ઇનોવા કારમાં દિલ્હી તરફ જઇ રહ્યા હતા. પકડાયેલા શકમંદોમાં ગુરપ્રીત, ભૂપેન્દ્ર, અમનદીપ અને પરવિંદર સિંહ પંજાબના રહેવાસી છે.

મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ હરિયાણામાં ચાર શંકાસ્પદ ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ

અહેવાલો મુજબ ઝડપાયેલા લોકો પાકિસ્તાનના રહિશ હરવિંદરસિંહના સાથીઓ છે. હરિયાણા કરનાલ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા શંકાસ્પદ આરોપીઓ કરનાલના એસ.પી. એ કહ્યું કે, આરોપીને આતંકી હરવિંદર સિંહ રિંડાએ આ આદેશ આપ્યા હતા. ચાર શંકાસ્પદ આતંકીઓને તેલંગાણા આઈ.ઈ.ડી. મોકલવાના હતા. આ લોકેશન પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું હતું. આ પહેલા આ લોકો બે જગ્યાએ આઈ.ઈ.ડી. સપ્લાય કરી ચૂક્યા છે. આ માલમે મધુબન પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપીઓ પાસેથી 1 દેશી બનાવટની પિસ્તોલ અને 31 કારતૂસ તેમજ ત્રણ લોખંડાના કન્ટેનર મળ્યા છે. આ ઉપરાંત 1 લાખ 30 હજાર રૂપિયાની રોકડ પણ મળી આવી છે. ત્રણ યુવકો ફિરોઝપુરના રહેવાસી છે. 1 યુવક લુધિયાણાનો રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્ય આરોપી જેલમાં અન્ય એક યુવકને મળ્યો હતો.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...