35 C
Ahmedabad

હળવદમાં મેઈન બજારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, આડેધડ પાર્કિંગ વિરૂધ્ધ સખત કાર્યવાહી

Published:

વિપુલ મકવાણા, હળવદ : મોરબી જિલ્લાના હળવદમાં ટ્રાફિકની સમસ્યા કેટલાક સમયથી લોકોને પરેશાન કરી રહી છે. આ મામલે અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ થયું નથી. એવામાં હળવદના નવનિયુક્ત પોલીસ ઈન્સપેક્ટર એમ.વી. પટેલ, પોલીસ સબ ઈન્સપેક્ટર રાજેન્દ્ર ટાપરીયા સહિતના સ્ટાફે હળવદ મેઈન બજારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. સમસ્યાના સમાધાન માટે સક્રિય બન્યા હોય તેમ જણાય છે.

આજરોજ પી.આઈ. અને પી.એસ.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ સાંજના સમયે હળવદના બસ સ્ટેશન રોડથી સરા ચોકડી સુધી પેટ્રોલીંગ કરતા જોવા મળ્યા હતા. ફૂટ પેટ્રોલીંગ કરતા સમયે આડેધડ પાર્કિંગ થયેલા વાહનો તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને દંડ કરવામાં આવ્યો હતો.

પોલીસની કાર્યવાહીથી વાહન ચાલકોને કાયદાનું ભાન થતા ટ્રાફિકમાં પણ રાહત થશે તેવી આશા વર્તાઈ રહી છે. હળવદના પી.આઈ. એમ. વી. પટેલે જણાવ્યું હતું કે, કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે કોઈની પણ શરમ રાખવા વગર કાર્યવાહી કરવામાં આવશે.

Related articles

Recent articles