Homeગુજરાતહળવદની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા બાહોશ ડોકટરે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

હળવદની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા બાહોશ ડોકટરે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

-

Halvad News અમિતજી વિંધાણી (સત્યમંથન ન્યૂઝ, હળવદ) : ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકોને આજે પણ પ્રસુતી સમયે જિલ્લા કે તાલુકા મથક સુધી જવું પડે છે. પરંતુ ઈમરજન્સી સમયે અને એ પણ પરપ્રાંતથી આવ્યા હોય તેવા લોકો માટે ઘણી મુશ્કેલી પેદા થતી હોય છે. આવી જ એક ઘટના સમયે હળવદના મીડવાઈફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ઉવેશ સુમરાએ ઈમરજન્સી સમજી જટીલ પ્રસુતી તાત્કાલીક કરાવતા બાળકનો જીવ બચી ગયો હતો.

સમગ્ર ઘટના એવી છે કે સુરેન્દ્રનગરના હળવદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર મીડવાઈફ ઓફિસર તરીક ફરજ બજાવાત અને પ્રસવ માટે સ્પેશ્યાલીસ્ટ ઉવેશ સુમરાએ એક નવજાત બાળકનું પૃથ્વી પર અવતરણ કરાવી જીવ બચાવ્યો છે. શિરોઈ ગામથી આવેલી માતાને તપાસ કરતા તેમને ખ્યાલ પડ્યો કે બાળક જન્મ લેવા તરફ આગળ વધી રહ્યું છે. વળી આ સમયે માતાના ઉદરમાં રહેલ બાળકને હેમખેમ રાખવા પ્રસુતી કરાવી જ પડે તેવી સ્થીતી હતી.

આવા કેસને મોટા ભાગે મોટા દવાખાનામાં ટ્રાન્સફર કરવા પડતા હોય છે. પંરતુ ઉવેશ સ્થીતી પામી ગયા હતા કે માતાને જો રિફર કરવામાં આવે તો જોખમ થઈ પડે તેમ છે. માટે તેમણે જાતે જ સુઝબુઝથી ટ્રેનિંગના આધારે જટીલ પ્રસુતી કરાવી લીધી હતી.

હળવદની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું Halvad News in Gujarati

halvad news government hospital halvad doctor saved life newborn baby today

પ્રસુતી દરમિયાન બાળકના ગળે  જો વિંટળાયેલી ગર્ભનાળ હોય તે પણ જોખમી માનવામાં આવે છે. આ બાબત તો રિપોર્ટ કે સોનોગ્રાફી કર્યા વિના ખ્યાલ પડતી નથી. પરંતુ આવી સ્થીતીમાં પણ કુનેહપૂર્વક કામ કરી પ્રસુતી કરાવી લીધી હતી. બાળકને જન્મ સમયે લાઈફ સેવિંગ પ્રોસિજર કરી કુત્રીમ શ્વાસોચ્છોવાસ વડે સારવાર કરવી પડી હતી. આમ તમામ જોખમી કાર્યને પાર પડી બાળકનો જીવ બચાવી લેવાયો હતો.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...