Halvad News Gujarati અમિતજી વિંધાણી (સત્યમંથન ન્યૂઝ, હળવદ): હળવદ શહેરમાં ચોરીના છાસવારે ચોરીના બનાવ નોંધાતા રહે છે. એવામાં આજે ફરી એક વખત હળવદમાં ચોર દ્વારા તરખાટ મચાવવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં એક સાથે 8 જેટલા કારખાના ચોરીનો શિકાર બન્યા છે.
મોરબી જિલ્લાના હળવદમાં ચોરનો ત્રાસ સતત વધતો જણાય રહ્યો છે. ગતરોજ હળવદ-માળિયા હાઇવે સ્થિત 8 કારનાખામાં ચોર હાથફેરો કરી ગયા છે. જેના કારણે લોકોમાં ચર્ચા ઉઠી છે કે, આસ્થા સ્પિનટેક્ષની બાજુમાં મધુસૂદન એસ્ટેટ વિસ્તારમાં તસ્કરોએ ધામાં છે.
ગત મંગળવારની મોડી રાત્રીના સમયે હળવદના ક્રિષ્ના પેપરમીલ, ગંગોત્રી ઓઈલમીલ, જલારામ પ્રોટીન્સ, બેસ્ટ ફુડ પ્રોટીન્સ એન્ટીલીયામાં ચોરીની ઘટના બની છે. હળવદમાં સતત ચોથા દિવસે પણ ચોરીની ઘટના સામે આવી છે.
હળવદમાં તસ્કરનો તરખાટ ! એક સાથે 8 કારકાના કર્યા સાફ – Halvad News Gujarati
હળવદ-માળિયા હાઇવે સ્થિત 8 કારખાનામાં તસ્કરો ત્રાટકતા ગ્રામજનોમાં પણ પોલીસ કાર્યવાહી સામે રોષ જોવા મળ્યો હતો. કેટલાક સીસીટીવી ફૂટેજમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ હોવાની વાતો પણ સામે આવી છે. ત્યારે હળવદમાં છાસવારે બનતી ચોરીની ઘટનાને લઇને પોલીસ નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. અને ચોરીની ઘટનામાં વધારો થતા વેપારીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં નાઇટ પેટ્રોલિંગ વધારવા પણ માગણી ઉઠી છે.