Halvad News in Gujarati અમિતજી વિંધાણી (સત્યમંથન ન્યૂઝ, હળવદ): હળવદ પંથકમાં તસ્કરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમા તસ્કરીની ઘટનાઓ એ રીતે બની રહી છે કે, જાણે ચોર પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે. એવામાં અહેવાલ મળી રહ્યાં છે કે, હળવદ તાલુકાના માલણીયાદ ગામે યુવતિનો ચોટલ કાપી લેવાયાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારના રોજ હળવદ તાલુકાના નાવ માલણીયાદ ગામ ખાતે એક અચરજ પમાડે તેવી ઘટના બની હોવાની ચર્ચા છે. જેમાં કથિત રીતે રાત્રે ઘરના ફળીયામાં સૂતેલા પરિવારની એક યુવતિનો અજાણી વ્યક્તિ ચોટલો કાપીને ફરાર થઈ ગયો છે.
હળવદના માલણીયાદમાં ઘરમાં સુતેલી યુવતિનો ચોટલો કપાયો: મોરબી

મળતી માહિતી મુજબ કથિત રીતે ફળીયામાં ઉંઘી રહેલા પરિવારના ઘરમાં ચોરી કરવા તસ્કરો ત્રાટક્યા હતા. ચોર દ્વાર ઘરમાં આંટાફેરા કર્યા પણ ચોરી કરવા લાયક કંઈ ખાસ નહીં મળતા ઘરના માલિક વિષ્ણુભાઈની દિકરીનો ચોટલો કાપીને ફરાર થઈ ગયા હતા.
વધુ વાંચો- માછલીનો વરસાદ ! માછલી લૂંટવા લોકોએ કેવું કર્યું જૂઓ વિડીયોમાં: Viral Video