Halvad News in Gujarati હળવદ : મોરબી [Morbi] જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. કોઈ કારણો સર રિસામણે રહેલી પત્નીને મનાવી પરત ઘરે લઈ જવા માટે સસરાના ઘરે ગયેલા જમાઈને સાળા અને સસરાએ માર માર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ [Halvad]ના રણછોડગઢ ગામે રહેતા મહેશભાઈ કરશનભાઈ દેઢારીયા ગતરોજ તારીખ 11 જૂનના રોજ રિસામણે ગયેલી પત્નીને મનાવવા પહોંચ્યા હતા. મહેશભાઈ સસરાના ઘરે જઈ પત્નીને મનાવવા પોતાના સસરાના ઘરે ગયા તે વાતની જાણ થતા તેમના ભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા. મહેશભાઈના ભાઈ ત્યાં પહોંચી પોતાના ભાઈને પરત ઘરે આવવા જણાવતા હતા. દરમિયાન મહેશભાઈના સાળા અજીત વાવેચા ઉશ્કેરાય ગયા અને સાપટીન વડે હુમલો કરી દીધો હતો. માથામાં સાપટીન વાગી જતા મહેશભાઈના ભાઈ કાળુભાઈને માથામાં ઈજા પહોંચી હતી.
હળવદમાં રિસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા પતિ અને તેના ભાઈને માર માર્યો: Halvad News
કાળુભાઈ પર જ્યારે મહેશભાઈના સાળાએ હુમલો કર્યો ત્યારે તેના સસરા પ્રેમજીભાઈ વાવેચાએ પણ મહેશભાઈ પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહેશભાઈની આંખ પર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત હોય બંને ભાઈઓને દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત કાળુભાઇને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા. આ મામલે કાળુભાઇએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.