Halvad News Gujarati અરવિંદજી વિંધાણી, હળવદ: આજરોજ હળવદની અગ્રણી સામાજિક સંસ્થા ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. હળવદનું ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ છેલ્લા 6 વર્ષથી અવિરત ચોપડા વિતરણ કરી શિક્ષણને પ્રોત્સાહન (Education Promotion) આપી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ 20 હજાર જેટલા ચોપડા સ્કૂલના વિદ્યાર્થીઓને રાહત દરે આપવામાં આવ્યા હતા.
રાહત દરે ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ એક દિવસ માટે નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ ચોપડા લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા માત્ર 2 કલાકમાં જ ચોપડા પુરા થઈ ગયા હતા. ચોપડા ખતમ થઈ જતા કાર્યક્રમને ટૂંકાવી દેવો પડ્યો હતો. પરંતુ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ (Friends Yuva Group Halvad)ના અધ્યક્ષના જણાવ્યા મુજબ, આગામી સમયમાં સરકારી શાળાઓમાં પણ નિઃશૂલ્ક શૈક્ષણિક કિટ (Free Education Kit) કરવામાં આવશે.

સતત વધતી મોંઘવારી વચ્ચે હળવદના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ થવાથી ખુશી જોવા મળી રહી છે. મોંઘવારની સ્થિતીમાં આર્થિક રીતે નબળા પરિવારોને શિક્ષણ માટે ચોપડા ખરીદવા પડે છે. પરંતુ રાહત દરે ચોપડા વિતરણ થતા કેટલાય બાળકો અને પરિવાર માટે માટે રાહત થઈ પડી હતી.

દાતાઓના સહયોગથી જાહેરાત લઈ ચોપડા વિતરણ કરવામાં આવે છે. રાહત દરે ચોપડા વિતરણ (Book Distribution on concessional rates) કરવાનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને મધ્યમ વર્ગી પરિવારને આર્થિક રાહત મળે તે છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ તેમજ તમામ સભ્યો હાજર રહ્યા હતા.