35 C
Ahmedabad

જમીન ખરીદીમાં આપેલ ચેક રિટર્ન કેસ મામલે આરોપીને સજા ફટકારતી હળવદ કોર્ટ

Published:

Halvad News અમિજી વિંધાણી, હળવદ : હળવદ કોર્ટ દ્વારા ચેક રિટર્નની ફરિયાદ મામલે આરોપીને સજા ફટકારી છે. કોર્ટ આરોપીને ચેક રિટર્ન કેસમા કસૂરવાર ઠેરવી 6 માસની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.

ચેક રિટર્ન કેસની (Cheque Return Case) વિગત એવી છે કે, આરોપી હિતેષ જગદીશચંદ્ર મહેતા દ્વારા ચેક આપી જમીન ખરીદી કરવામાં આવી હતી. આરોપીએ રૂપિયા 9 લાખ 25 હજારની રકમનો ચેક જમીન વેચનારને આપી તે ચેક બેન્કમાં જમા કરતા રિટર્ન થયો હતો. ફરિયાદ મુજબ આરોપી દ્વારા પૈસા આપવાની દાનત નહીં હોવાના કારણે આવું કરવામાં આવ્યું હતું.

આ મામલે ફરિયાદીએ કેસ દાખલ કરતા આજરોજ હળવદ કોર્ટે રૂપિયા 9 લાખ 25 હજારની રકમના ચેક રિટર્ન મામલે આરોપીને સજા સંભળાવી હતી. કોર્ટે આરોપી હિતેષ મહેતાને 6 મહિનાની સજા અને 5 હજારનો દંડ તેમજ ફરિયાદીને રૂપિયા 9 લાખ 25 હજારની રકમ ચૂકવવા આદેશ કર્યો છે. જો દંડ ન ભરે તો આરોપીને વધુ 1 મહિનાની જેલની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે વકિલ લલિત જી. સોનાગ્રાએ ધારદાર દલીલો રજૂ કરી હતી.

વધુ વાંચોરાજકોટમાં અખાદ્ય ડ્રાયફ્રૂટનો નાશ અને દૂધ, મસાલા, ઘી અને બિસ્કિટના નમુના લેતું RMC ફૂડ વિભાગ

Related articles

Recent articles