Homeગુજરાતભીખ નહીં મહેનતની કમાણીના પૈસા જોઈએ, આ દાદીનો પેન વેચવાનો અદ્દભૂત અંદાજ...

ભીખ નહીં મહેનતની કમાણીના પૈસા જોઈએ, આ દાદીનો પેન વેચવાનો અદ્દભૂત અંદાજ થયો વાયરલ

-

તમે ટ્રાફિક સિગ્નલો પર અને રસ્તાઓ પર ભીખ માંગતા ઘણાં લોકો જોયા હશે. આ આળસુ લોકોને ભીખ માંગીને પૈસા કમાવવાનો સૌથી સરળ રસ્તો ગમતો હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે સૌથી મુશ્કેલ સમયમાં પણ ભીખ માંગતા નથી. તેઓ મહેનત કરીને બે ટાણાની રોટલી ખાવાનું પસંદ કરે છે. મહારાષ્ટ્રના પુણેમાં રહેતી રતન નામના દાદી આનું જીવંત ઉદાહરણ છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

વૃદ્ધ મહિલા ભીખ નહીં પણ મહેનતથી કમાણી કરવા માંગતા

રતન પુણેના એમજી રોડ પર પેન વેચવાનું કામ કરે છે. હંમેશા હસતા રહેતા રતનએ તેના પેન બોક્સ પર એક ખાસ લાઈન લખી છે – “હું કોઈથી ભીખ નથીં માંગવા ઈચ્છતી. મહેરબાની કરીને 10 રૂપિયામાં બ્લૂ પેન ખરીદો, આભાર, આશીર્વાદ. તેમના દ્વારા કહેલી આ વાત કોઈપણ વ્યક્તિનું દિલ જીતી લે છે. પછી તે તેમની પાસેથી પેન ખરીદ્યા વગર રહી શકતા નથી.

પ્રામાણિકતાએ લોકોના દિલ જીતી લીધા

રતનદાદીની આ કહાની સીખા રાઠી નામની યુવતીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણે હસતા રતનદાદીની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે. સાથે કેપ્શનમાં રતનદાદીની કહાનીને જણાવી છે. શિખા લખે છે – આજે હું મારા વાસ્તવિક જીવનની હીરો અને ચેમ્પિયન રતનને મળી. હું મારા મિત્રો સાથે ફરવા ગઈ હતી, ત્યારે મારી મુલાકાત રતનથી થઈ. જ્યારે અમે તેની પેન બોક્સ પર લખેલી નોંધ વાંચી ત્યારે મારા મિત્રએ તરત જ તેની પાસેથી પેન ખરીદી લીધી. રતન આનાથી ખૂબ ખુશ હતા. આપણે તેની આંખોમાં આભાસ અને દયાની લાગણી સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તેણે અમારો આભાર માન્યો અને અમને વધુ પેન ખરીદવા માટે દબાણ કર્યું નહીં.

તેમની ઈમાનદારી, મીઠી સ્મિત, દયાળુ હૃદય અને ખુશ હોવાને કારણે, અમે તેમની પાસેથી વધુ પેન ખરીદી લીધી. તેનું સ્મિત અને જુસ્સો જોઈને મારું હૃદય ભરાઈ ગયું. તે આ લાયક છે કે તેમની કહાની જગતને ખબર પડે અને લોકો તેમના વખાણ કરે. આ માટે હું આ પોસ્ટના માધ્યમથી તેમની કહાની તમારી સાથે શેર કરી રહી છું. જો તમે ક્યારેય પુણેના એમજી રોડ પર જાઓ છો, તો રતનને મળવાનું અને પેન ખરીદવાનું ભૂલશો નહીં. આથી તમારા ચહેરા પર ચોક્કસ સ્મિત આવશે.

સાંસદે વખાણ કર્યા

રતનની આ કહાની લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. તેમની કહાની સાંસદ વિજય સાંઇ રેડ્ડી વીએ પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે લખ્યું – રતન પુણેના અદ્દભૂત વરિષ્ઠ નાગરિક છે. તેમણે શેરીઓમાં ભીખ માંગવાનું પસંદ ન કર્યું અને રંગીન પેન વેચવી યોગ્ય ન ગણ્યું. તેમને તેમની મહેનતના પૈસા અને ગૌરવની કમાણી જોઈએ. એક પ્રમાણિક જીવન જીવવા પ્રત્યેની તેમની નિષ્ઠા આપણા બધા માટે પ્રેરણા છે. સાંસદ વિજય સાંઈ રેડ્ડી વીના આ ટ્વિટ બાદ રતન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયાં. લોકો તેના માટે પ્રશંસાના પૂલ બાંધવા લાગ્યા. દરેક વ્યક્તિ તેમની પ્રામાણિકતા અને મહેનતથી પ્રેરિત થયાં.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....