Homeગુજરાત2 SPની બદલી, 2 Dysp સહિતના પોલીસકર્મી સસ્પેન્ડ: કથિત લઠ્ઠાકાંડ મામલે કાર્યવાહી

2 SPની બદલી, 2 Dysp સહિતના પોલીસકર્મી સસ્પેન્ડ: કથિત લઠ્ઠાકાંડ મામલે કાર્યવાહી

-

અમદાવાદ સમાચાર :  બોટાદના કથિત લઠ્ઠાકાંડ (Botad Latthakand)માં 57 લોકોના મૃત્યુના અહેવાલો વચ્ચે નાગરિકો દારૂબંધીની અમલવાર પર સવાલ કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર પણ વિપક્ષના નિશાના પર જણાય રહી છે. આ સ્થિતીમાં રાજ્યના ગૃહ વિભાગે ઘટના મામલે આજરોજ 28 જૂલાઈના રોજ કડક કાર્યવાહી કરતા બોટાદના પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા (SP Karanraj Vaghela), અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (SP VirendraSinh Yadav)ની બદલી કરી છે.

પોલીસ અધિક્ષકની બદલી સાથે જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બોટાદ તમજ ધંધુકાના નાયબ પોલીસ અધિક્ષક એન. વી. પટેલ અને એસ. કે. ત્રિવેદીને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત ધંધુકાના PI કે.પી. જાડેજા, બરવાળાના PSI બી. જી. વાળા અને રાણપુરના PSI રાણાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

વધુ વાંચો- કેમિકલવાળું પાણી પીવાથી અસર થઈ; બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગૃહ રાજ્યમંત્રી સંઘવીનું નિવેદન

ઉલ્ખનીય છે કે ગત તારીખ 25 જૂલાઈના રોજ લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 57 લોકોના મોત નિપજ્યા છે, જેમાં બોટાદના બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે આ ઘટના મામલે SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી તપાસ શરૂ કરી છે. ગઈકાલે તારીખ 27 જૂલાઈના રોજ ગૃહ રાજ્યમંત્રીના જણાવ્યા મુજબ 10 દિવસમાં પોલીસ ચાર્જશીટ રજૂ કરી શકે છે.

Must Read