Homeગુજરાતસરકારને આ યુવાન વિદ્યાસહાયકની ભરતી મામલે શું કહે છે જૂઓ

સરકારને આ યુવાન વિદ્યાસહાયકની ભરતી મામલે શું કહે છે જૂઓ

-

Gujarati News : ગુજરાતમાં વધતી જતી મોંઘવારીની સાથે બેરોજગારીમાં પણ વધારો થયો છે. રાજ્યના અસંખ્ય શિક્ષિત બેરોજગાર યુવાનો રોજગારીની શોધમાં ભટકી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વિદ્યાસહાયકો (Vidhyasahayak) ની 19,000થી વધુ જગ્યાઓ ખાલી છે. છેલ્લે 2018-19ની સાલમાં 3300 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેની ભરતી 2022માં જાન્યુઆરી માસમાં કરવામાં આવી હતી.

તાજેતરમાં સરકાર દ્વારા 2600 વિદ્યાસહાયકોની ભરતી બહાર પાડવામાં આવી છે. પરંતુ 19,000 ખાલી જગ્યાઓમાં 60 ટકા મહેકમ પ્રમાણે 12,500ની ભરતી કરવાના સ્થાને માત્ર 2600 ની ભરતી કરવામાં આવતા ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આ મામલે બનાસકાઠા જિલ્લાના લાખમી તાલુકાના માનસિંહ રાજપૂતે સત્યમંથનને વિડીયો મોકલી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચડાવા પ્રયાસ કર્યો છે.

જૂઓ શું કહે છે માનસિંહ રાજપૂત

ઉમેદવારો દ્વારા મહેકમ મુજબ 12,500ની ભરતી કરવાની માંગણી કરવામાં આવી છે. એક લાખથી વધુ ઉમેદવારો છેલ્લા કેટલાય સમયથી ભરતીની રાહ જોઇ રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે 2018-19માં જે ભરતી જાહેર કરવામાં આવી હતી તે જ શિક્ષકો રીપિટ થયા છે. તેમજ નીચા મેરીટવાળા ઉમેદવારોને લાભ મળ્યો નથી. તેથી મહેકમ પ્રમાણે 12,500ની ભરતી કરવા માટે ઉમેદવારોએ સરકારને અપીલ કરી છે.

વધુ વાંચો- હવે તો પાછા વળો, NRI દાતાઓએ સ્મશાન બનાવી આપ્યું પણ રાજકારણના પાપે 3 વર્ષથી બંધ: આણંદ

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના શિક્ષણમંત્રી મીડિયા સામે આપેલા નિવેદનમાં 8થી 9 હજાર વિદ્યાસહાયકોની ભરતી કરવા અંગે કહી ચૂક્યા છે. પરંતુ વાસ્તવિકતા જુદી જ છે. શિક્ષણમંત્રીના નિવેદન બાદ પણ યોગ્ય રીતે ભરતી ન કરવામાં આવી હોવાની ફરિયાદ સાથે લાખો ઉમેદવારો સરકાર પાસે ભરતીની માંગણી કરી રહ્યા છે.

વધુ વાંચો- આવાજ દો હમ એક હે ના નારા સાથે જેતપુરના આંગણવાડી વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન: રાજકોટ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...