Homeગુજરાતતલાટી કમ મંત્રીઓની માગણી મામલે મોટા સમાચાર ! ભથ્થામાં આટલો થશે વધારો

તલાટી કમ મંત્રીઓની માગણી મામલે મોટા સમાચાર ! ભથ્થામાં આટલો થશે વધારો

-

Gandhinagar News : રાજ્યમાં એક તરફ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તો બીજી તરફ વિવિધ સરકારી કર્મચારી સંગઠનો પડતર માગણીઓને લઈ પ્રદર્શન કરી રહ્યાં છે. આ સ્થિતીમાં સરકાર પર દબાણ સર્જાય તે સ્વાભાવિક છે, ત્યારે તલાટી મંત્રીઓ (Talati Mantri)ની પડતર માગણીને લઈ મોટું પ્રદર્શન (Protest) ચાલી રહ્યું હતું અને હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે સરકારે તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરવાનું નક્કી કર્યું છે.

મહત્વની બાબત છે કે, પોલીસ કર્મચારીઓના ગ્રેડ પેના આંદોલનને કારણે સરકારે પોલીસ કર્મચારીઓને ભથ્થામાં વધારો કર્યો હતો. ત્યારે તલાટી કમ મંત્રીઓ પણ પડતર માગણીને લઈ લાંબી લડાઈ લડતા તેમને પણ ભથ્થામાં વધારો કરવાનું સરકારે નક્કી કર્યું છે. તલાટીઓની લાંબી હડતાળ બાદ રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા બેઠક કરી પડતર માગણીઓ સ્વિકારવાની બાહેંધરી આપી હતી.

વધુ વાંચો- મહિલા સશક્તિકરણના નામે શોષણ થાય છે; રાજકોટમાં આશા વર્કર બહેનોએ કર્યું વિરોધ પ્રદર્શન

જે બાદ હવે સરકારે તલાટી મંત્રીઓની 5 પૈકી 4 માગણીઓનો સ્વિકાર કર્યો છે. તેમજ બાકી રહેતી એક માગણી માટે સરકારે સમિતિની રચના કરી રિપોર્ટ બાદ નિર્ણય કરવાનું જણાવ્યું છે. ત્યારે હવે તલાટી કમ મંત્રીઓને નવા ભથ્થા જાહેર કરતા 3 હજાર રૂપિયા મળશે, આ ભથ્થુ અગાઉ 900 રૂપિયા હતું. આ તેમાં રૂપિયા 2100નો ઈજાફો થયો છે.

મહત્વની બાબત છે કે આ ભથ્થું આજથી જ લાગુ કરી દેવામાં આવશે અને તેનો લાભ તલાટી કમ મંત્રીઓને મળતો થશે.

વધુ વાંચો- સરકારને આ યુવાન વિદ્યાસહાયકની ભરતી મામલે શું કહે છે જૂઓ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...