Homeગુજરાતરૂપિયા ૧૦ની લાંચ પણ ચાલે છે ગુજરાતમાં ! નાંદોદમાં એસીબી સફળ ટ્રેપ

રૂપિયા ૧૦ની લાંચ પણ ચાલે છે ગુજરાતમાં ! નાંદોદમાં એસીબી સફળ ટ્રેપ

-

દેશમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ કેવો છે એ સમજી શકાય તેવી એક ઘટના એસીબીની સફળ ટ્રેપ પરથી સમજી શકાય છે. ગત સોમવારના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ. કાર્ડ ધારકને દાખલો કાઢી આપવા કૉમ્પ્યુટર ઑપરેટર દ્વારા રૂ. ૧૦ લાંચ માંગવામાં આવી હતી. ઘટનાની જાણ થતા એસીબી એ તુરંત કાર્યવાહી કરી આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો. gujarati samachar Rs 10 corruption also runs in Gujarat! ACB successful trap in Nandod

gujarati samachar Rs 10 corruption also runs in Gujarat! ACB successful trap in Nandod
gujarati samachar Rs 10 corruption also runs in Gujarat! ACB successful trap in Nandod | image credit : cnskashmir.in

બીપીએલ કાર્ડ ધારકોને બીપીએલ નો દાખલો વિનામૂલ્યે કાઢી આપવાનો હોય છે. પરંતુ આ ગરીબ માણસ પાસે પણ નાંદોદ તાલુકા પંચાયતના કરાર આધારિત કૉમ્પ્યુટર ઑપરેટરે રૂ. ૧૦ ની લાંચ માંગી હતી. ઑપરેટર રૂ. ૧૦ થી ૧૦૦ સુધીની લાંચ માંગતા હોય છે. જો લાંચ ન મળે તો અરજદારને ધક્કા ખવડાવવામાં આવતા હતા

gujarati samachar Rs 10 corruption also runs in Gujarat! ACB successful trap in Nandod
gujarati samachar Rs 10 corruption also runs in Gujarat! ACB successful trap in Nandod | image credit : timesofindia.indiatimes.com

આ સમગ્ર ઘટનાની જાણ રાજપીપલા-નર્મદા એસીબી ને થતા એસીબી એક્શનમાં આવી હતી. એસીબી એ કરેલી કાર્યવાહીમાં નાંદોદ તાલુકા પંચાયતની કચેરીના ઑપરેટરને પકડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે જાળમાં આરોપી પ્રવિણકુમાર શનાભાઈ તલાર (કરાર આધારિત કૉમ્પ્યુટર ઑપરેટર) રૂ.૧૦ ની લાંચ માંગી અને હાથોહાથ લેતા રંગેહાથ ઝડપાયો હતો.

નર્મદા એસીબી ઇન્સ્પેકટર બી.ડી.રાઠવા, પોલીસ ઈન્સ્પેકટર નર્મદા ફરિયાદી બની આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા પણ એસીબી ને સહયોગ કર્યો હતો.

Must Read