ગુજરાતી સમાચાર : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા (Raigarh Maharashtra)માંથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાયગઢના હરિરેશ્વર (Harihareshvar) વિસ્તારમાં સમુદ્ર કિનાર પાસે દરિયામાંથી બે શંકાસ્પદ બોટ મળી આવી હતી. પોલીસે આ બોટની તપાસ કરતા બોટમાંથી AK-47 સહિત કારતૂસના બોક્સ મળી આવ્યા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા હરિહરેશ્વર દરિયા કાંઠા નજીક પાણીમાં અજાણી બોટ મળી આવી હતી. શંકાસ્પદ બોટની જાણ થતા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનીક પોલીસ એલર્ટ બની ગઈ છે. પોલીસે તપાસ કરતા બોટમાંથી મળેવા બોક્સમાંથી AK-47 રાયફલ તેમજ કારતૂસના કેટલાક બોક્સ મળી આવતા ચકચાર મચી છે.
બોટમાંથી અસ્લા બારૂદ મળી આવતા પોલીસે રાયગઢ જિલ્લાને હાઈએલર્ટ પર મુકી તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે પોલીસે હાલ હરિહરેશ્વર બીચ સહિતના આસાપાસના વિસ્તારમાં લોકોની અવર-જવર બંધ કરાવી સઘન તપાસ આદરી છે.
ઉલ્લેખનીય છે કે, 13 વર્ષ અગાઉ દેશમાં દરિયાઈ માર્ગે આતંકી ઘુસી આવ્યા હતા અને 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકી હુલમાની ઘટના નોંધાઈ હતી. આતંકીઓ દ્વારા વિખ્યાત હોટલ ઓબેરોય, તાજ તેમજ હોસ્પિટલ અને ધાર્મિક સ્થાન પર હુમલા કરી 160 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.