HomeગુજરાતરાજકોટCM ભૂપેન્દ્રભાઈને પત્ર: શું જનતાની જેમ ભગવાનને મુર્ખ બનાવી શકાતો હશે ?

CM ભૂપેન્દ્રભાઈને પત્ર: શું જનતાની જેમ ભગવાનને મુર્ખ બનાવી શકાતો હશે ?

-

અમદાવાદ : આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અષાઢી બીજના રામ-રામ. લોકો આપને દાદા અને ભગવાનના માણસ તરીકે પણ સંબોધિત કરે છે. આ કારણોસર હું આપને ઈશ્વરમાં આસ્થા રાખનાર માનવતાવાદી નેતા તરીકે જોતો હતો. આજરોજ તમે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાના પ્રારંભે પહીંદ વિધી કરી રથ પ્રસ્થાન કરાવી ભગવાનના આશિર્વાદ મેળવ્યા. પરંતુ ભગવાને આશિર્વાદ આપ્યા હશે કે કેમ તે હવે ઈશ્વર અને તમે જ જાણો પણ, ઈશ્વર માનવજાતના જોખમે રાજી થાય નહીં તે વાત સ્પષ્ટ છે.

કોરોનાની અગાઉની લહેરોમાં દેશ અને રાજ્યના નાગરિકોની સ્થિતીથી સૌ કોઈ વાકેફ છે. તમે તો પ્રજાના પ્રતિનિધી હોવાના કારણે વધાર ઉંડાણ પૂર્વક જેમણે વહાણસોયા ગુમાવ્યા હોય તેવા લોકોની વેદના અને પીડા સમજી શક્યા હશો. બે દિવસ પહેલા જ તમે કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ મળ્યા હતા અને આજરોજ તમે ફરી રિપોર્ટમાં નેગેટિવ આવ્યા અને હજારોની ભીડ વચ્ચે ભગવાન જગન્નાથની પહીંદ વિધી કરવા પહોંચ્યા હતા. આપે શરૂઆતની થોડી મિનિટો માટે માસ્ક ધારણ કરેલું હતું તે પણ બાદમાં ઉતરી ગયું હતું. ત્યારે પ્રજાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

આપનો કોરોના બે જ દિવસમાં કેવી રીતે હારી ગયો? માસ્ક અને કોરોનાની ગાઈડ લાઈન આપને કેમ ન લાગુ પડે? નેગેટિવ રિપોર્ટની વિશ્વસનિયતા જેવી અનેક તર્કબધ્ધ વાતો કરવાનો કોઈ અવકાશ આ આસ્થાથી લખેલા પત્રમાં ન હોય. આપ તો ધાર્મિક માણસ છો માટે કદાચ ધર્મને વધારે કંઠસ્થ કર્યો હશે. છતાં પણ કહેવું પડે છે કે, ઈશ્વર પર આસ્થા અને માનવતાને સીધો જ સબંધ છે. માનવતા એ દરેક ધર્મનો મુખ્ય ઉપદેશ હોય છે. તો પછી આપણે પણ કેમ આમ માનવજાતને ખતરામાં નાખવાની ગુસ્તાખી કરવી જોઈએ? આપના પર આ પત્ર મારફતે કોઈ આક્ષેપ કરવાનો મારો ઈરાદો નથી પણ, પત્રકાર અને ગુજરાતના નાગરિક તરીકે સવાલ તો જરૂર થાય છે કે, શું જનતાની જેમ ભગવાનને મુર્ખ બનાવી શકાતો હશે ?

આ પત્ર ખરેખર આપને સંબોધીને લખેલો હોય જનતા માટે સંપુર્ણ સ્પષ્ટતા કરવાની જરૂર જણાતી નથી, કારણ અહીં જનતા પણ કોરોનાની ગાઈડલાઈન્સના કેટલા પાલનમાં હતી જે દેખીતું હતું. સમજી શકાય છે કે મુખ્યમંત્રી બનવું, ટકી રહેવું અને સૌથી મોટી ધાર્મિક વિધીમાં હિસ્સેદાર થવું સૌ કોઈને ગમતું હોય, પરંતુ જો ઈશ્વરનું ખરેખર અસ્તિત્વ હોય તો કદાચ ત્યાં પણ ન્યાય માટે અદાલત હશે અને ત્યાનું ન્યાયતંત્ર કોઈપણને નહીં છોડતું હોય.

ભગવાન જગન્નાથની કૃપા સદૈવ ગુજરાતના નાગરિકો પર વરસતી રહે, કોરોનાની નવી લહેરો પેદા ન થાય તેવી પ્રાર્થના સાથે ભગવાનના માણસ કહેવાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ પત્ર મળે.

આપનો સદેવ હિતેચ્છુક

તુષાર બસિયા

Tag: Open Latter To CM

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....