Homeગુજરાતઆ ખેડૂતોને નહીં ઉગારો તો વ્યાજના ચુંગાલમાં ફસાય તેવી ભીતી: રાજકોટ

આ ખેડૂતોને નહીં ઉગારો તો વ્યાજના ચુંગાલમાં ફસાય તેવી ભીતી: રાજકોટ

-

Khedut Samachar : સૌરાષ્ટ્રના વિખ્યાત યાત્રાધામ વીરપુરના ખેડૂતોને (Farmers) હાલ રડવાનો વખત આવ્યો હોય તેવી સ્થીતી જોવા મળી રહી છે. સારો વરસાદ વરસતા ખુશહાલ ખેડૂતો સતત વરસાદના કારણે (Varsad Na Samachar) પરેશાન બની ગયા છે. સતત વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકમાં મુંડાનો રાફડો ફાટ્યો હોય તેવો દ્રશ્યો જોવા મળ્યા છે.

રાજકોટના વીરપુરમાં ખેડૂતોને સતત વરસાદના કારણે પાકમાં મુંડા (ઈયળ)નો રાફડો જોવા મળ્યો છે. મુંડાનો ઉપદ્રવ એટલી મોટી માત્રામાં છે કે ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. તેના કારણે મહિનાઓની મહેનથી ઉછેરેલો મગફળીનો પાક મુંડાનો ભોગ બની ગયો અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું છે.

દેવાના બોજ હેઠળ જતા ખેડૂતો

માહિતી: સુરેશ ભાલીયા

મગફળીના પાકના વાવેતર કરેલા કેટલાક ખેડૂતોને મુંડાના ઉપદ્રવને કારણે ઉભા પાકને ઉપાડી ફેંકી દેવો પડ્યો છે. જેના કારણે ખેડૂતો પાયમાલ થવાની કગારે પહોંચી શકે તેમ છે. કારણ કે વારંવાર રોગના નિયંત્રણ કરવા માટે જંતુનાશક અને મોંધા ભાવના ખાતરનો કરેલા ઉપયોગની રકમ પરત મળે તેવી સ્થીતી પણ ખેડૂતોને દેખાતી નથી. આમ મુંડાથી પીડિત ખેડૂતો દેવાના ભય હેઠળ જોવા મળી રહ્યાં છે.

તંત્ર વહેલી તકે રાહત નહીં આપે તો ખેડૂતો થશે પાયમાલ

આ માલમે સ્થાનીક ખેડૂતો જણાવે છે કે, મુંડા અને સુકારા રોગને કારણે પાયમાલ થયેલા ખેડૂતોને તાત્કાલીક મદદ મળી રહે તે ઈચ્છનીય છે. અન્યથા ખેડૂતો દેવાના ચુંગાલમાં ફસાઈ જશે અને વ્યાજના ચક્કરમાં ફસાયા બાદ તેમાંથી નીકળી શકાય તેવો કોઈ વિકલ્પ ખેડૂતો પાસે રહેતો નથી. આમ ખેડૂતો પાયમાલ થતા બચે તે માટે સ્થાનિક તંત્ર અને સરકાર તુરંત રાહત આપે તેવી લોક માગણી ઉઠી છે.

વધુ વાંચો- વિદ્યાર્થીઓને બેરહેમીથી માર મારતા રાજકોટની આ શાળાના શિક્ષક પર વરસી રહી છે ફીટકાર

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...