Homeમનોરંજનગુજરાતમાં અહીં થાય છે કેસુડા ટુર ! જાણો કેસુડા ટુર, ટિકિટ અને...

ગુજરાતમાં અહીં થાય છે કેસુડા ટુર ! જાણો કેસુડા ટુર, ટિકિટ અને બુકિંગની તમામ વિગતો

-

આજના તાજા સમાચાર ગુજરાત, વિડીયો Video News Gujarati : ગુજરાત Gujarat માં કેવડીયા ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વકક્ષાનું પ્રવાસી આકર્ષણ કેન્દ્ર બન્યું છે. એક અહેવાલના આંકડા મુજબ અત્યાર સુધી દેશ-વિદેશના કુલ 78 લાખ કરતા પણ વધારે પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો લ્હાવો લીધો છે. ત્યારે બીજું આકર્ષણનું કેન્દ્ર છે કેસુડો… જી હા કેવડિયાના એકતાનગર વિસ્તારમાં કેસુડાના અંદાજીત 65,000 જેટલા વૃક્ષો હોવાનું અનુમાન છે. માટે કેસુડા પ્રવાસની પણ સુવિધા રાજ્ય સરકારે શરૂ કરી છે. જેમાં તમે ટિકિટ બુકિંગ કરી કેસુડા ટુરનો લાભ લઈ શકો છો. પરંતુ આ પહેલા કેસુડા અને કેસુડા ટુર Kesuda Tour ની પ્રાથમિક માહિતી મેળવીએ જેથી પ્રવાસમાં સરળતા રહે.

ખાખરો, કિંશુક અને કેસરીયા કેસુડાના ફૂલ
કેસુડા સમૃધ્ધ આ વિસ્તારમાં વસંત વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે. વસંતઋતુમાં કેસુડા ની મોજ સહેલાણીઓ માટે પણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતી Gujarati માં કેસુડાને સંસ્કૃતમાં ‘કિંશુક’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ કેસુડાના વૃક્ષને ખાખરો તેમજ પલાસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ.

ભારતીય સાહિત્યમાં કેસુડાનું સ્થાન
સામાન્ય રીતે કેશુડો સમગ્ર ભારતવર્ષના વનવગડાનું અતિ સામાન્ય વૃક્ષ જણાય છે, છતાં કેસુડાની વિશિષ્ટતા અને રંગ તેને ખાસ બનાવે છે. વસંતના આગમન સાથે જ ગરમી પડવા લાગે છે ત્યારે સુકાયેલ કેસુડાના વૃક્ષો પર સુંદર મજાના કેસુડાના પુષ્પો ખીલી ઉઠે છે. આ દ્રશ્ય કોઈ પણનું મન મોહી લે તેવું હોય છે જેમાં કોઈ બે મત નથી. સોળેકળાએ ખીલી ઉઠેલા કેસુડાની મનમોહકતાને કારણે જ સાહિત્ય જગમાં કવિથી માંડી લેખક સુધી કેસુડાને કંડારવાનું નથી ચૂક્યા.

કેસુડાના સોંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં તો ખુબ જ જોવા મળે છે.

“ખીલ્યો પલાશ પુર બહારમાં રે લોલ,
સઘળી ખીલી છે વનવેલ;
ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,
ટહુકે મયુર અને ઢેલ !
બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.”

– સ્વ. નરહરિ ભટ્ટ

What is Kesuda Tour Statue Of Unity Gujarat

કેવી રીતે થશે કેસુડા ટુર
પરંતુ આપણે અહીં કેસુડા ટુરની વાત કરવાની છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થી કેસુડા ટુર માટે ત્રણ રૂટ તૈયાર કરાયા છે. જેમાં પ્રવાસીઓ કેસુડાની ટુર સાથે વિંધ્યાચલ પર્વતમાળાને પણ નિહાળી શકે છે. સાથે જ પર્વતમાળાના અમુલ્ય વન્ય વારસાનો લ્હાવો તો ખરો જ.

પરાગરજથી ‘કેસુડાની ચા’ સુધીની સફર
આ કેસુડા ટુરમાં જતા પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, આ સ્થળે પલાસના ગાઢ જંગલો આવેલા છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિ.મી. સુધી ટ્રેકીંગ કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોર્ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે જયાં તમામ પ્રવાસીઓને કેસુડાની ચા પીરસવામાં આવશે.

How To book Kesuda Tour Online at Statue Of Unity

બુકિંગ, ટિકિટ અને સમય
કેસુડાની આ ટૂર માટે પીકઅપ પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB)
કેસૂડાની આ ટૂર માટે સમાપ્તી પોઈન્ટ: શ્રેષ્ઠ ભારત ભવન (SBB)
પ્રવાસનો સમય-સવારે 07:00થી 10:00 અને સાંજે 04:00થી07:00
(મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે.)

કેવી રીતે ટિકિટ થશે બુકિંગ
ટિકિટ www.soutickets.in પરથી ઓનલાઇન બુક કરી શકાય છે.

Gujarati Video વિડીયો- ગુજરાતમાં થાય છે કેસુડા ટુર ! ટિકિટ અને બુકિંગની માહિતી જાણો

Video વિડીયો- Kesuda Tour, Trekking and Boat ride Ekta Nagar Gujarat at Statue Of Unity 2022

કેસુડાનું મહત્વ અને ઉપયોગ
કેસુડાના વૃક્ષ તેમજ પુષ્પ પર્ણના ના વિવિધ ઉપયોગ અને મહત્વ છે. જેમાં સાસ્કૃતિક રીતે આ વૃક્ષ અગ્નિનું પ્રતીક તરીકે માનવામાં આવે છે. કેસુડાના સુંદર પુષ્પોને દેવી દેવતાની પૂજા અર્ચના સહિત કેટલીક આયુર્વેદિક ઔષધીમાં ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત વૃક્ષના પર્ણને આપણે ખાખરાના પાન તરીકે ઓળખીએ છીએ, તેનો ઉપયોગ પતરાળા તેમજ પાનથી બનેલા પાત્રો બનાવવા થાય છે. જ્યારે કેસુડાના પુષ્પોની અને રંગની ખુબસુરતીની વાત આવે તો રંગોનો તહેવાર કેમ ભૂલાય. રંગોના તહેવાલ ધૂળેટી પર આ પુષ્પોને પાણીમાં પલાળી રાખી રંગીન પાણી પણ બનાવાય છે. પુષ્પોને સુકવી રંગ વડે તેના ગુલાલનું પણ ઉત્પાદન થઈ શકે છે.

ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ
વળી આપણી સંસ્કૃતિમાં તો વૃક્ષોને ભગવાનની જેમ પુજવામાં આવે છે. માટે કેસુડાનું મહત્વ વસંત ઋતુ સહિત રંગ અને ધર્મમાં પણ જોવા મળે છે. કેસુડાના કાષ્ઠનો ઉપયોગ દક્ષિણ ભારતમાં યક્ષમાં પણ કરવામાં આવે છે.

ઔષધીય ગુણ અને ઉપયોગ
ઔષધીય ગુણોની વાત કરીએ તો કેસુડાના વૃક્ષોને વિવિધ વિભાગોમાં દવા તરીકે ઉપયોગમાં લેવાતા જોઈ શકાય છે. જેમકે ભારતના આયુર્વેદમાં પણ કેસુડાનું અનેરું મહત્વ છે. એ પ્રકારે યુનાની તેમજ સિધ્ધ દવાઓમાં પણ સારવાર માટે કેસુડાને મહત્વનું સ્થાન મળ્યું છે. બાળકોને તેમજ ચર્મ રોગની કેટલીક તકલિફોમાં કેસુડાના પુષ્પોના પાણીથી સ્નાન કરાવવામાં પણ ઉપયોગી છે.

ગુજરાતના આ જંગલોમાં છે પુષ્કળ કેસુડાના વૃક્ષ
મધ્ય ગુજરાતના નર્મદા,છોટાઉદેપુર, પંચમહાલ,દાહોદ ના જંગલોમાં વિપુલ પ્રમાણમાં કેસુડાના વૃક્ષો છે. જેના કારણ ગુજરાતમાં મોંઘા કેસરથી કરવામાં આવતા સ્નાનની અહલાદકતાની અનુભૂતિ કેસુડાના પાણી સાવ સસ્તામાં થઈ શકે છે. આદિવાસી સમુદાય હવે હોળીના તહેવારોના ટાણે શહેરી સડકો પર કેસુડાના ફૂલો વેચીને આછી પાતળી પૂરક આવક મેળવે છે. આ સફરમાં આપની સાથે હશે નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા( ગઈડ) તેઓ આપને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે.

શું છે સ્ટેચ્યું ઓફ યુનિટી વિડીયો ? What is statue OF Unity Video ?

Video વીડિયો- સ્ટેચ્યુ ઑફ યુનિટી શોર્ટ ફિલ્મ – Short film Statue Of Unity Sardar Patel

વીડિયો – લેઝર શો સ્ટેચ્યુ ઑફ યુનિટી – Video – Laser Show at Statue Of Unity Sardar Patel

વિડીયો- કેવી રીતે બનાવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી – Video- How built The Statue of Unity Gujarat 2022

The Ekta Cruise ride in serene Narmada waters at Ekta Nagar

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....