36 C
Ahmedabad

પ્રેમમાં દગો થતા વડોદરાની યુવતીનો આપઘાત, પ્રેમી સામે પોલીસ ફરિયાદ

Published:

Gujarati News Vadodara વડોદરા : અમદાવાદમાં આઈશા નામની યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી, ચકચારી ઘટનાના આરોપીને તાજેતરમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. ત્યારે એક અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં વડોદરાની યુવતી સાથે કથિત રીતે પ્રેમના નામે દગો થતા યુવતીએ જીવન ટૂંકાવ્યું છે.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમમાં દગો મળતા ગળાફાંસો ખાઈ જીવવનો અંત આણ્યો છે. યુવતીએ અગાઉ અમદાવાદના રિવરફ્રન્ટ પર બે વખત જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે યુવતીના પરિવારનો આક્ષેપ છે કે, અમદાવાદમાં રહેતા યુવતીના કથિત પ્રેમી દ્વારા દગા થતા યુવતીએ આ પગલું ભર્યું છે. ઘટના બાદ પરિવારની ફરિયાદ નોંધી જે. પી. રોડ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતક યુવતીના પરિવારના સભ્યોએ પત્રાકારોને જણાવ્યું કે, “ અમદાવાદના એક યુવક સાથે તેમની પુત્રી લાંબા સમયથી પ્રેમ સબંધમાં હતી. આ વાતથી બંનેના પરિવાર પણ વાકેફ હતા અને બંને એક બીજા ઘરે આવતા-જતા તેમજ રોકાતા પણ હતા. બંનેને લગ્ન કરવાના હતા પણ કોઈ પણ રીતે યુવકના પરિવારના લોકો લગ્નની વાતથી ફરી ગયા હતા. જેના કારણે પુત્રી આઘાતમાં સરી પડી હતી અને આવું પગલું ભરી લીધું છે.”

આત્મ હત્યા પહેલા યુવતીએ વિડીયો બનાવ્યો હતો. જે વિડીયોમાં યુવતી વ્યથા જણાવતા કહેતી હતી કે, તુમને મેરે સાથ બહુત બુરા કીયા હૈ, શાદી કી હા કહકે મુઝે પટાતે રહે ઔર આયે હી નહીં. યે તો ગલત હૈના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈને તુમસે સબસે જ્યાદા પ્યાર કીયા ઔર તુમને યહ કીયા મેરે સાથ. મુજે ઈતના બડા ઘોખા દીયા. મુજે લગા તુમ સબસે અલગ હો પર તુમભી સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.”

કાળજું કંપાવી નાખે તેવી વેદના ઠાલવતા અન્ય એક વિડીયોમાં યુવતીએ કહ્યું હતું કે,  “કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું.”

નોંધ આત્મહત્યા કોઈ પણ સમસ્યાનો વિકલ્પ નથી. આત્મહત્યા કાયરતા છે, મુશ્કેલી સામે લડવું અને જીતવું અશક્ય નથી. કોઈ પણ સમસ્યા કે મુશ્કેલી સમયે ક્ષણીક આવેલો ખોટો વિચાર મૃત્યુની દુષ્પ્રેરણા આપે છે. મુશ્કેલી કે કોઈ પણ પ્રકારની મુંઝવી રહેલી વાત આપની આસપાસ રહેલા મિત્રો, સગા-સબંધી કે પરિવારને જણાવી સમસ્યાના નિરાકરણ શોધવા જોઈએ. ઉપરાંત આવી સ્થિતીમાં મનોચિકિત્સક પાસેથી સલાહ લઈ ડિપ્રેશનમાંથી બહાર નિકળી શકાય છે. જો આપ કોઈ એવી વ્યક્તિને ઓળખો છો કે જેઓ ડિપ્રેશનના શિકાર હોય અથવા આત્મહત્યા તરફ પગલું ભરી શકે તેમ હોય તો, નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ]

Related articles

Recent articles