Homeગુજરાતરાજકોટઅપહ્યતને ફિલ્મી ઢબે છોડાવી 7 આરોપીને આ રીતે પોલીસે ઝડપી પાડ્યા: રાજકોટ

અપહ્યતને ફિલ્મી ઢબે છોડાવી 7 આરોપીને આ રીતે પોલીસે ઝડપી પાડ્યા: રાજકોટ

-

રાજકોટ : રાજકોટમાં ગત શનિવારના રોજ ઢેબર રોડ પરથી ભર બપોરે યુવકના અપહરણની ઘટના નોંધાઈ હતી. પોલીસે આરોપીઓ યુવકનું સરાજાહેર અપહરણ કરી ગયા બાદ ફિલ્મી ઢબે અમદાવાદ પોલીસની મદદ મેળવી યુવક્ને મુક્ત કરી 6 શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે હાલ સુધીમાં 6 રાજસ્થાની સહિત 7ની આરોપીની ધરપકડ કરી છે.

ગત તારીખ 2 જૂલાઈના રોજ રાજકોટના ઢેબર રોડ પરથી અપહરણ થયાની ઘટનાને લઈ શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઢેબર રોડ પાસે રાજકમણ ફાટક નજીકના એક ગેરેજમાંથી અપહરણ થયું હતું. આરોપીઓ વિલેષ પરમારને ગેરેજમાંથી તેની પત્નીની હાજરીમાં બે કાર લઈને આવેલા શખ્સોએ અપહરણ કર્યુ હતુ. ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનીક સહિત રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ પણ દોડતો થયો હતો. વિવિધ ટીમો બનાવી પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી અપહ્યત યુવકને છોડાવવાની કવાયત શરૂ કરી હતી.

પોલીસે અપહ્યત યુવકને છોડાવવા માટે કવાયત હાથ ધરી રાજકોટથી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે ચોટીલા પાસે અમદાવાદ રાજકોટ હાઈવે પરથી રામલાલ જાટ, પ્રેમચંદ ચૌધરી, જીવરાજ ચૌધરીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ઝડપેલા આરોપીઓ પાસેથી માહિતી મળતા અપહ્યત યુવાન મુખ્ય આરોપીની કારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલીક અમદાવાદ પોલીસનો સંપર્ક કરી SG હાઈવે પરથી આરોપીઓને ઝડપી અપહ્યતને મુક્ત કરાવ્યો હતો. અમદાવાદ પોલીસે અપહરણનો મુખ્ય આરોપી રાજેશ જોશી, રાધે ક્રિષ્ના ઉર્ફે ભારમલ ગુજ્જર અને શિવરાજસિંહ રાજપૂતની ધરપકડ કરી રાજકોટ પોલિસને સોંપ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અપહરણના ગુના સબબ ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓમાં મુખ્ય સુત્રધાર તરીકે રાજેશ જોશીનું નામ ખુલવા પામ્યું છે. તેની સાથે રહેલા અન્ય સાગ્રીતોમાં 5 શખ્સો મૂળ રાજસ્થાનના વતની છે અને એક આરોપી મનીષ પંડ્યા મૂળ સરતનો પણ હાલ રાજકોટમાં રહે છે. અપહરણની ઘટના પાછળ મનીષને વેચેલી કારના હપ્તા ભરવા જણાવ્યું હતું. કોઈ કારણોસર મનીષે રૂપિયાની જરૂર હોય આ કાર વિલેષ પરમાર પાસે ગીરવે મુકી હતી. આ કાર ગીરવે મુકી તે પેટે તેણે રૂપિયા 2.50 લાખ લીધા હતા.

આ કારના હપ્તા નહીં ભરાતા રાજેશે મનીષને પોતાની કાર પરત કરવા જણાવ્યું હતું. પણ મનીશે આ કાર વિલેષ પાસે હોવાનું જણાવ્યું હતું. આ કારની માથાકૂટ છેલ્લા છ મહિનાથી ચાલતી હોય રાજેશ જોશીએ પોતાના પાંચ મિત્રો સાથે રાખી ગત તારીખ 2ના રોજ અપહરણ કરવાની યોજના પાર પાડી હતી. જો કે પોલીસે પણ અમદાવાદ પોલીસની મદદથી ફિલ્મી ઢબે પીછો કરી આરોપીઓને ઝડપી લઈ અપહ્યત યુવકને મુક્ત કરાવ્યો છે.

Must Read