Homeગુજરાતમોરબીમોરબી જિલ્લાના તલાટીઓ પણ રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયા

મોરબી જિલ્લાના તલાટીઓ પણ રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયા

-

મોરબી ન્યુઝ : સમગ્ર રાજ્યમાં તલાટીઓની હડતાલ ચાલી રહી છે. રાજ્ય વ્યાપી હડતાળમાં મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓ પણ જોડાયા છે. મોરબીના 225 જેટલા તલાટીઓએ હડતાળમાં હિસ્સો લીધો હતો, જ્યારે VCE દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવતા ગ્રામપંચાયતની રોજબરોજની કામગીરી ખોરંભે ચઢી હતી.

વધુ વાંચો- નકલી ચલણી નોટ મામલે રાજસ્થાન પોલીસે મોરબી જિલ્લામાંથી વધુ બે આરોપીની કરી ધરપકડ

તલાટી મંત્રીઓની પડતર માગણીઓને લઈ ફરી એક વખત રાજ્યમાં તલાટીઓની હડતાળ કરવામાં આવી છે. અગાઉ બે વખત રજૂઆત અને હડતાળમાં તલાટીઓને સરકાર તરફથી આશ્વાસ આપવામાં આવ્યું હતું. તલાટીઓનું કહેવું છે કે, વર્ષોથી રજુઆત અને વારંવાર લડત ચલાવવા છતાં સરકારે તેમને પડતર પ્રશ્ને સરકારે ન્યાય ન આપતા હવે આર યા પારની લડત ચલાવવા માટે જિલ્લાના તમામ તલાટીઓએ આજે કામકાજ બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા છે. તલાટીઓની હડતાલથી ગ્રામ પંચાયત અને મહેસુલી તેમજ વહીવટી કામમાં અસર પડવાની હોવાથી આ હડતાલ લાંબો સમય ચાલુ રહે તો વધુ મુશ્કેલી આવી પડે એમ છે.

વધુ વાંચો- જેતપુર તલાટી મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Must Read