Homeગુજરાતમોરબીમોરબી પોલીસનો દારૂના ધંધા પર સપાટો ભઠ્ઠી સહિતના સ્થળે દરોડા કરી કાર્યવાહી

મોરબી પોલીસનો દારૂના ધંધા પર સપાટો ભઠ્ઠી સહિતના સ્થળે દરોડા કરી કાર્યવાહી

-

મોરબી સમાચાર : બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ (Latthakand) બાદ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓ પર તવાઈ ચાલી રહી છે. જેમાં મોરબી પોલીસ સતત જિલ્લામાં દરોડા પાડી દારૂ વિરૂધ્ધ ઝુંબેશ ચલાવી રહી છે. ત્યારે માળીયા પોલીસે દેશી દારૂની બે ભઠ્ઠી સહિત મોરબી જિલ્લામાં પોલીસે (Morbi Police) 21 કરતા વધારે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુના નોંધી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે તારીખ 29 જૂલાઈથી 30 જૂલાઈના સવાર સુધીમાં મોરબી, માળીયા (Maliya), ટંકારા (Tankara), વાંકાનેર (Wankaner) અને હળવદ પોલીસે (Halvad Police) દારૂના વેપાર પર સપાટો બોલાવ્યો હતો. પોલીસે કુલ 21 આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબિશનના કાયદાની જોગવાઈ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

સાથે જ મોરબી જિલ્લાની માળીયા પોલીસે આરોપી નસરૂદ્દીન ઈશાકભાઈ જેડા અને મરીયમબેન કાસમભાઈ જેડાની નવાગામ સ્મશાન પાછળ ચાલુ ભઠ્ઠી પર દરોડો કરી ધરપકડ કરી હતી.

વધુ વાંચો- ટંકારામાં પરિણીતાને આત્મહત્યા માટે મજબુર કરનાર સાસરિયા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ: મોરબી

Must Read