Homeગુજરાતમોરબીમોરબી નગરપાલિકાના મેદાનમાં દારૂ પીતા શખ્સોના વાયરલ વિડીયો બાદ 2ની અટકાયત

મોરબી નગરપાલિકાના મેદાનમાં દારૂ પીતા શખ્સોના વાયરલ વિડીયો બાદ 2ની અટકાયત

-

મોરબી ન્યુઝ : મોરબીમાં દારૂ બંધીનું કેટલું પાલન થાય છે તે મોરબી જિલ્લા પોલીસના દારૂના દરોડાના આંકડા પરથી સમજી શકાય છે. મોરબી પોલીસે બોટાદના કથિત લઠ્ઠાકાંડ બાદ દારૂ પર રીતસરની તવાઈ શરૂ કરી છે. ત્યાં મોરબી નગરપાલિકાના મેદાનમાં જ ટેસથી દેશી દારૂની કોથળી પીતા શખ્સનો વિડીયો વાયરલ Viral Video થયો હતો. જે મામલે પોલીસે બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

તાજેતરમાં જ મોરબીની નગરપાલિકા (Morbi Nagarpalika)ના મેદાનમાં કેટલાક શખ્સો દેશી દારૂની લીજ્જત માણતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. દેશી દારૂની કોથળી પીતા હોય તે સમયે કોઈએ કેમેરા વડે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસે એક્શન લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગતરોજ તારીખ 4 ઑગસ્ટના રોજ બે આરોપી કમલેશભાઈ માલાભાઈ ભુરિયા ઉ.વ.38 રહે. પાડાપૂલ નીચે ઝૂંપડામાં મૂળ રહે. હિંડોળીયા તા. ફતેપુરા જી. દાહોદ અને ડાયાભાઈ મોહનભાઈ મકવાણા ઉ.વ 28 રહે.ની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

Must Read