Homeગુજરાતમોરબીમોરબીના ગ્રીનચોક પાસે મકાનમાં દરોડો કરી 8 આરોપી ઝડપી લેતી લોકલ ક્રાઇમ...

મોરબીના ગ્રીનચોક પાસે મકાનમાં દરોડો કરી 8 આરોપી ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

-

મોરબી સમાચાર : મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (Morbi LCB)ની ટીમે દરોડો કરી જુગાર રમતા 8 આરોપી પકડી પાડ્યા હતા. LCBએ ઝવેરી નાકા પાસે રહેણાંક મકાનમાંતી ગંજીપાનાનો જુગાર રમતા આરોપીઓને 70,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમીના આધારે મોરબીના ઝવેરીનાકા પાસે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન 8 આરોપીઓ જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. સાથે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 70,500નો મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

પકડાયેલા આરોપીઓ

  1. કલ્પેશભાઇ વસંતભાઇ લુવાણા
  2. નરેન્દ્ર ઉર્ફે નલો અમૃતલાલ સોની
  3. પરેશ ઉર્ફે પ્રદિપભાઇ દયાળભાઇ સોની
  4. ભરતભાઇ મૂળશંકર શુક્લ
  5. દેવદિપગીરી ભરતગીરી ગૌસ્વામી
  6. દિપકભાઇ ભગવાનભાઇ વાણંદ
  7. ઉદયગીરી ભરતગીરી ગૌસ્વામી
  8. ગોવિંદભાઇ ધીરજલાલ સોની (રહે. બધા મોરબી)

વધુ વાંચો- દારૂના હાટડા પકડી પાડવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ડ્રોન કેમેરા ઉડાવી શરૂ કરી મેગા ડ્રાઈવ

આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા,તથા એલ.સી.બી. /પેરોલફર્લો સ્કવોડ તથા AHTU મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...