36 C
Ahmedabad

મેઘરાજા નિર્ધારિત સમય કરતા વહેલા પધાર્યા, આગામી 5 દિવસ આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

Published:

Gujarati News Update અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા વહેલુ પહોંચી ગયું છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું બે દિવસ વહેલા પહોંચી જતા ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ સ્થિત IMD [ભારતીય હવામાન વિભાગ] કેન્દ્ર દ્વારા સોમવારના રોજ બપોરે એક બુલેટિનમાં જણાવ્યું છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાના આગમાન માટે અનુકુળ સ્થીતી છે. સાથે જ એક અધિકારીએ જણાવ્યું છે કે, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે તેમ છે.

હવામાન ખાતાના કેન્દ્રના વડા મનોરમા મોહંતીએ ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ વિશે સમજ આપી હતી. તેમણ કહ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સોમવારના રોજ રાજ્યમાં પ્રવેશ્યું હતું. રાજ્યમાં ચોમાસાની અપેક્ષિત તારીખ 5 જૂન છે.

મેઘરાજા નિર્ધારિત સમય કરતા વહેલા પધાર્યા – Gujarati News Update

IMDની અનુમાન અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. મહિસાગર જિલ્લા અંગે વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના મહિસાગર ભારે વરસાદ પડ્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મહિસાગર જિલ્લામાં સૌથી વધારે 76 મીમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ મોરબીના હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ પણ નોંધાયા છે.

Related articles

Recent articles