Homeગુજરાતરાજકોટસોની વેપારીના અપહરણર્તા આરોપીને દિલધડક રીતે પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

સોની વેપારીના અપહરણર્તા આરોપીને દિલધડક રીતે પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

-

રાજકોટ ન્યુઝ : રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી (Greenland Chowkdi Rajkot) પરથી વેપારીને પેસેન્જર તરીકે બેસાડી અપહરણની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં રાજસ્થાનના વતની સોની વેપારીને કારમાં પેસેન્જર તરીકે બેસાડી ગોંધી લેવાયા હતા. વેપારી પાસે રહેલી રોકડ અને તેમના પુત્રને ફોન કરી રૂપિયા 15 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી કુલ 16,500 લૂંટ ચલાવાઈ હતી. પોલીસે અપહરણકર્તાઓનો પીછો કરી પકડી પાડવા માટે કાર્યવાહી કરતા વેપારીને લોઠડા ગામ પાસે ઉતારી દઈ આરોપીઓ નાસી ગયા હતા.

આરોપીઓ રાજકોટના પીઠડિયા ટોલ નાકા તરફ નાસી રહ્યાં હોવાની માહિતી મળતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) વોચ ગોઠવી હતી. ટોલનાકે કાર આવતાની સાથે પોલીસે કાર કોર્ડન કરી લઈ અંદર બેઠેલા આરોપીઓને દબોચી લીધા હતા.

ફરાર આરોપી હિમાંશુ ઉર્ફે નુરો પરમાર સુરત નાસી રહ્યો હોવાની બાતમી મળતા જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ હતી. આરોપીને પકડી પાડવા ગોઠવેલી વોચમાં ટોલનાકા પર આવતા જ આરોપી ફસાયો અને પોલીસ પકડી પાડ્યો હતો. પોલીસે રાત્રિના 12:30 વાગ્યા આસપાસ ફિલ્મી ઢબે પીઠડિયા ટોલનાકા પરથી આરોપીને પકડી પાડ્યો હતો.

રાજસ્થાનના ભીલવાડાના રાયપુર ગામના સોની વેપારી સત્યનારાયણ અંબાલાલ સોનીની રાજકોટના બી ડિવિઝનમાં ફરિયાદ નોંધી હતી. જે કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી ત્રણ આરોપી ખુશાલ ઉર્ફે એમએલએ રાદડિયા, સુમિત સરવૈયા અને પાર્થ ઉર્ફે ભોલુ ભોજાણીના નામ ખોલ્યા હતા. અપહરણ સમયે વેપારીને ઉતારી નાસી રહેલા અપહહરણના આરોપી લોઠડા પાસેથી પોલીસે પકડી પાડ્યા હતા.

આરોપીઓ દ્વારા અપહરણમાં લેવાયેલી કાર ભાડે મેળવાઈ હતી. ખાનગી પાસીંગની કાર અગાઉ પણ રાજકોટના એક ચોરીના કેસમાં હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ બીજો કિસ્સો છે જેમાં ખાનગી પાસિંગની કારનો ગુનાના કામે ઉપયોગ થયો છે.

વધુ વાંચો- રાજકોટ પોલીસની મહત્વની બ્રાન્ચ ફરી છાપે ચઢી !બુકી ઉઠાવી પૈસા ખંખેર્યાનો અહેવાલમાં દાવો

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...