Homeરાષ્ટ્રીયરહસ્ય ઘેરાયું/ગુમ કિશોરીની લાશ આસારામ આશ્રમમાંથી મળી, કિશોરીના પિતા 3 વર્ષથી ગુમ

રહસ્ય ઘેરાયું/ગુમ કિશોરીની લાશ આસારામ આશ્રમમાંથી મળી, કિશોરીના પિતા 3 વર્ષથી ગુમ

-

Gujarati news today latest, આજના સમાચાર : આસારામ આશ્રમ ફરી એકવખત વિવાદના વાદળોથી ઘેરાયો છે. ઉત્તર પ્રદેશ UP ના ગોંડા સ્થિત આસારામ આશ્રમમાંથી કાર Car માંથી 13 વર્ષની કિશોરીનો મૃતદેહ Dead Boday મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસે કાર્યવાહી હાથધરી આશ્રમને સીલ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જે કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે તે છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતી. આ ઘટના બાદ વિવિધ તર્ક વિતર્કો સર્જાતા પોલીસ તપાસ બાદ જ ખરી માહિતી સામે આવી શકે છે.

Gujarati News Today Latest/ગુમ કિશોરીની લાશ આસારામ આશ્રમમાંથી મળી

આશ્રમ Asaram Ashram ના સિક્યોરિટી ગાર્ડે આ કિશોરીના મૃતદેહ કારમાંથી મળવા બાબતે જણાવ્યું કે, આ કાર અહિં લગભગ છેલ્લા 8 મહિનાથી પાર્ક કરાયેલી છે. આ કારમાંથી અચાનક દુર્ગંધ આવતા કારના દરવાજા ખોલી તપાસ કરવામાં આવી હતી. કારના દરવાજો ખોલી જોતા અંદર કોહવાયેલી હાલતમાં કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ મામલાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી. આગળની તપાસ શરૂ કરી પોલીસે મૃતદેહને બહાર કાઢી કારને સીલ કરી દિધી છે. માહિતી મળે છે કે મૃતક કિશોરીની ઓળખ છુપાવવા માટે તેના ચહેરા પર કેમિકલ છાંટવામાં આવ્યું હતુ.

મૃતક કિશોરી બાદ શંકાઓ વધુ ઘેરી બની રહી છે. કારણ કે, કિશોરીના પિતા પણ છેલ્લા ત્રણ વર્ષથી ગાયબ છે જેની ભાળ આજ સુધી મળી નથી. કિશોરીના મૃત્યુની તપાસ અર્થે પોલીસે મૃતદેહને ફોરેન્સિકને સોંપી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આસારામ વર્ષ 2013ના દુષ્કર્મ કેસ મામલે જેલમાં બંધ છે. હાલ આસારામ કોર્ટે સજા ફટકારતા જોધપુર જેલમાં કેદ છે.

Viral News Gujarati Read here:

જૂઓ વિડીયો- રહસ્યમયી ઘાસ જેવો દેખાતો સાપ, માનવામાં ન આવે તેવો વીડિયો

Must Read