Homeગુજરાતરાજકોટજેતપુર અને વિરપુરમાંથી જુગટુ રમતા 7-7 આરોપી પકડી પાડતી પોલીસ

જેતપુર અને વિરપુરમાંથી જુગટુ રમતા 7-7 આરોપી પકડી પાડતી પોલીસ

-

સુરેશ ભાલીયા, જેતપુર : જેતપુર (Jetpur)ના નવાગઢ જાગૃતિપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર શહેર પોલીસે દરોડો પાડી 4 મહિલા સહિત 7 શખસો ને રૂ. 16,800/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જુગારના દરોડાની વિગત અનુસાર જેતપુર, સીટી પોલીસ મથકના હેડ કોન્સટેબલ સીટી વસૈયા અને કોન્સ. રાજુભાઇ સામળા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ ચોકકસ બાતમીના આધારે જેતપુર, નવાગઢની જાગૃતીપરા, શેરીનં. 5માં રહેતા અનીલ કેશુ સોનરાતના મકાનમાં ચાલતા જુગાર ધામમાં દરોડા પાડી જુગઠુુ ખેલતા અનીલ કેશુ સોનરાત (ઉ.32) આનંદ વજુ બોસમીયા (ઉ.42), મુકેશ સામત ઠાકરો(ઉ.30), રમા કેશુ સોનરાત (ઉ.50), લીલા કનુ ભાયાણી (ઉ.55) સરોજબેન જગદીશ પંડયા (ઉ.65) અને રાધીકા નરેન્દ્ર પંડયા (ઉ.26) રહે. તમામ નવાગઢ, જેતપુર)ને દબોચી રોકડ રૂ.10800 અને મોબાઇલ-2 મળી રૂ.16800નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

વિરપુરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

વીરપુર (Virpur) પોલીસે રેલ્વે સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા 7 શખ્શો 17,650/- ની રોકડ સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગત મુજબ વિરપુરના રેલ્વે સ્ટેશનની સામે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ગોવિંદ કનુ લીમેચીયા,રાજુ હરી ચાવડા રવીરાજ બહાદુર વેગડ, રમેશ કાળુ મકવાણા, કીશોર કાળુ મકવાણા, રાહુલ જગદીશ ગૌસ્વામી અને રાજેન્દ્ર કિશન આચાર્ય (રહે. તમામ વિરપુર, જેતપુર)ને રોકડ રૂ.17600ની રોકડ સાથે વિરપુર પોલીસ મથકના હેક કોન્સ. જે.ડી. મજેઠીયા અને સ્ટાફ દબોચી કાર્યવાહી કરી હતી.

Must Read