Homeરાષ્ટ્રીય1 વર્ષમાં પૌત્ર કે પૌત્રી અથવા રૂપિયા 5 કરોડનું વળતર માટે મામલો...

1 વર્ષમાં પૌત્ર કે પૌત્રી અથવા રૂપિયા 5 કરોડનું વળતર માટે મામલો કોર્ટ પહોંચ્યો: ઉત્તરાખંડ

-

Gujarati news Today: હરિદ્વાર : ઉત્તરાખંડમાં એક વૃધ્ધ દંપતીએ એક વિચિત્ર લાગે તેવો દાવો માંડતા દેશની નજર તે કેસ તરફ છે. હરિદ્વાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા એક વિચિત્ર કેસમાં, એક માતાએ તેના પુત્ર અને પુત્રવધૂ સામે આરોપ લગાવ્યો છે કે તેઓ બાળક ન હોવાને કારણે તેણીને માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ કેસમાં વાદી દંપતીએ એક વર્ષની અંદર પૌત્ર-પૌત્રીનું સુખ પ્રદાન કરવા માટે નિર્દેશની માંગ કરી છે, જો તેવું ન થાય તો તેઓ રૂપિયા 5 કરોડ વળતરની Grandchild or ₹5 crore compensation માંગ કરી છે.

Gujarati news Today 1 વર્ષમાં પૌત્ર કે પૌત્રી અથવા રૂપિયા 5 કરોડનું વળતર આપો

પુત્રવધૂના માતા-પિતા અને ભાઈઓને પણ દાવાના પક્ષકારો તરીકે ઉમેરવામાં આવ્યા છે. અરજી મુજબ, તેણીને એકમાત્ર પુત્ર છે, જે હાલમાં એક પ્રતિષ્ઠિત એરલાઇનમાં પાઇલટ તરીકે ફરજ બજાવે છે. તેણીએ જણાવ્યું કે તેણીએ તેને ખૂબ પ્રેમથી ઉછેર્યો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના શિક્ષણમાં મદદ કરી. અરજીમાં જણાવાયું હતું કે તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વાદીએ તેના પુત્રના લગ્ન 2016માં કરાવ્યા હતા.

અરજીકર્તા વાદીનું કહેવું છે કે તેમણે બઘા પૈસા તેમના પુત્રને આપી દિધી હતા. તેને અમેરિકામાં સારી તાલીમ અપાવી. હવે અમારી પાસે કોઈ રકમ બચતી નથી. અમે આર્થિક અને વ્યક્તિગત સમસ્યાનો સામનો કરતા હોય અમે પુત્ર અને પુત્ર વધુ પાસે રૂપિયા 2.5 કરોડની માગણી કરી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...