Gujarati News અમદાવાદ Ahmedabad : તાજેતરમાં જ પાટીદાર અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ Hardik Patel એ લેઉઆ પટેલ આગેવાન નરેશ પટેલ મામલે એક નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે, નરેશ પટેલ Naresh Patel મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે, નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક મોટો સવાલ છે. જે મામલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આકરી પ્રતિક્રિયા આપી છે.
નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ત્યારે નરેશ પટેલે હજુ સુધી રાજકારણ પ્રવેશ કે કઈ પાર્ટીમાં જશે તે મામલે સ્પષ્ટતા કરાઈ નથી. દરમિયાન હાર્દિક પટેલએ મીડિયાને આ મામલે કોંગ્રેસ Congress હાઈકમાન્ડને સલા આપતા હોય તેવું નિવેદન આપ્યું હતું. પરિણામે આજરોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મીડિયા સમક્ષ કડક શબ્દોમાં કહ્યું કે શું હાર્દિકે નિવેદન આપ્યું તે પહેલા નરેશ પટેલ સાથે વાત કરી હતી ? પ્રભારી રઘુ શર્માએ પણ હાર્દિકને પાર્ટીના અનુશાસનમાં રહેવા અને પાર્ટી કરતા કોઇ મોટુ નથી તેમ જણાવ્યુ હતું.
Gujarati News/ યાદ રાખો પાર્ટીથી મોટું કોઈ નથી: હાર્દિકના નિવેદન બાદ રઘુ શર્મા
સાથે જ રઘુ શર્માએ કહ્યું હતું કે, હાર્દિક પટેલ પક્ષના હોદ્દા પર બેઠા છે ત્યારે જો તેમને નારાજગી હોય તો પાર્ટી ફોરમને જાણ કરવી જોઈએ. તેમની નારાજગીનું નિરાકરણ પાર્ટી જ કરશે અન્ય કોઈ નહીં. માટે આ પ્રકારે સીધી જ નારાજગી વ્યક્ત કરવી યોગ્ય નથી. વધુમાં તેમણે હાર્દિકને સલાહ આપતા જણાવ્યું કે, તેમણે અનુશાસનમાં રહેવું જોઈએ. જો તેમને નારાજગી હોય તો અમારી પાસે આવે તો અમે સમાધાન કરીશું, પાર્ટી ડિસિપ્લીનથી ચાલે છે તેનું ધ્યાન રાખવું જોઈએ.
નોંધનીય છે કે, હાર્દિક પટેલના નિવેદન બાદથી જ કોંગ્રેસના નેતાઓ તેમનાથી નારાજ જોવા મળી રહ્યાં છે. ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ હાર્દિક પાસે ખુલાસો લેવાનું કહ્યું હતું.
Join Whatsapp News Group