Homeગુજરાતવાહ રે સરકાર... વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં ‘કરકસર’ અને સરકારી કાર્યક્રમમાં ‘કરોડોના આંધણ’...

વાહ રે સરકાર… વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં ‘કરકસર’ અને સરકારી કાર્યક્રમમાં ‘કરોડોના આંધણ’ !

-

News Gujaratiઆજના તાજા સમાચાર ગુજરાત, ગુજરાતના સમાચાર : નમો ઈ ટેબ્લેટ યોજના Namo e Tablet Yojana Gujarat અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને રૂપિયા 1000 માં ટેબ્લેટ આપવામાં આવે છે. પરંતુ આ ટેબ્લેટ માટે વિદ્યાર્થીઓ દ્વારા રૂ. એક હજાર ભરી દિધા બાદ ટેબ્લેટ આપવામાં વિલંબની ફરિયાદો સામે આવી હતી. એવામાં ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કે, નાણાં વિભાગના ઠરાવમાં કરકસરની સૂચનાઓ હોવાથી આ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી શકાયા નથી.

જૂઓ વીડિયો: કન્યા વરને લગ્ન કરારમાં આ વસ્તુઓ ન કરવા કહે છે

ગુજરાતના સમાચાર- વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં કરકસર અને સરકારી કાર્યક્રમમાં કરોડોના આંધણ

સરકારે ટેબ્લેટ યોજના માં વિદ્યાર્થીઓ એ બે-બે વર્ષ અગાઉ રૂપિયા ચૂકવી દિધા બાદ પણ 820 વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચીત રહ્યા છે. અમદાવાદ જિલ્લાના 1702 વિદ્યાર્થીઓ પાસેથી ટેબ્લેટ માટે રૂપિયા 17.02 લાખ ઉઘરાવી લીધા બાદ સરકારે માત્ર 50 ટકા જેટલા વિદ્યાર્થીને જ ટેબલેટ આપ્યા છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં સરકારે માત્ર 882 વિદ્યાર્થીઓને જ ટેબ્લેટ આપ્યા છે. બાકી રહેતા કેટલાય વિદ્યાર્થીઓનો તે હવે અભ્યાસ પૂર્ણ થવાના આરે છે પરંતુ ટેબ્લેટ આપ્યા નથી.

વધુ સમાચાર વાંચો Click કરોરાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યા ખાલી, 700 સ્કૂલમાં 1 જ શિક્ષક

રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા પુછવામાં આવેલા સવાલ પર શિક્ષણમંત્રી એ લેખિત જવાબ આપ્યો છે કે, રાજ્યમાં વર્ષ 2020માં 1702 વિદ્યાર્થીઓ પાસેથી ટેબ્લેટ ફી લેવામાં આવી હતી. જે પૈકી 882 વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા છે. જ્યારે બાકીના 820 વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. સાથે જ વિદ્યાર્થીઓને ટેબ્લેટ નહીં અપાયાના કારણમાં તારીખ 06-06-2020 ના નાણા વિભાગના ઠરાવમાં કરકસરની સૂચનાઓ હોવાથી ટેબ્લેટ આપી શકાયા નથી તેમ જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સરકારી કાર્યક્રમો પાછળ અને જાહેરાતો પાછળ લખલુટ ખર્ચાઓ કરી નાખવામાં આવે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓને તેમને ભરેલા પૈસા પેટે ટેબ્લેટ આપવાનું હોય તો તેમાં કરકસર કરવાનું સમજાયું છે. તો શું વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આપવાના ટેબ્લેટ તેમને સરકારી કાર્યક્રમો કરતા વધારે મહત્વના લાગ્યા હશે. તેમજ સવાલ પણ પેદા થાય છે કે, જે વિદ્યાર્થીઓ પૈસા ભરીને ટેબ્લેટની રાહે છે તેમને અભ્યાસ પૂર્ણ થતા પહેલા ટેબ્લેટ મળશે કે કેમ ?

Must Read