Homeગુજરાતસુરતબોલો ચોરીમાં પણ પસંદગી ! માત્ર સફેદ એક્ટિવા જ ઉઠાવતા આરોપી સુરત...

બોલો ચોરીમાં પણ પસંદગી ! માત્ર સફેદ એક્ટિવા જ ઉઠાવતા આરોપી સુરત પોલીસને હાથ લાગ્યા

-

Gujarati News Surat સુરત : સુરત ક્રાઈમ બ્રાન્ચે એક અજીબ પ્રકારના વાહન ચોરીના આરોપી કિશોર સહિત બે ની ધરપકડ કરી છે. ચોરીના કેસમાં આરોપીની ધરપકડ થાય તે સામાન્ય વાત છે પરંતુ અહિં નવી વાત એ છે કે, ત્રણેય આરોપીઓ માત્રને માત્ર સફેદ રંગના જ એક્ટિવાની ચોરી કરતા હતા ! છે ને નવાઈની વાત… આવું કરવા પાછળનું કારણ જે તેમણે પોલીસને જણાવ્યું તે પણ અજીબ છે.

સુરતના પાંડેસરા તેમજ ઉધના વિસ્તારમાં ચોરી કરતા ત્રણેય આરોપીઓ દ્વારા 5 એક્ટિવાની ચોરી કરવામાં આવી હતી. વળી 2 એક્ટિવા જ્યાંથી ચોરી કરી હતી ત્યાં જ ફરી મુકી પણ દીધા હતા. ઉપરાંત આરોપીઓએ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન પણ છીનવ્યો હતો. જ્યારે આરોપી પોલીસના સકંજામાં આવ્યા ત્યારે સામે આવ્યું કે ત્રણેય બેરોજગાર છે અને મોજ શોખ માટે એક્ટિવા ચોર કરતા હતા. અને માત્ર સફેદ રંગના જ એક્ટિવા ચોરી કરતા હતા. કારણ કે સફેદ રંગ તેમને ગમતો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓએ 10 દિવસના ગાળામાં 5 એક્ટિવા અને એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટર જ્યારે આરોપીઓની શોધખોળમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી. જેના આધારે ત્રણેય આરોપી પોલીસની ઝપટે ચડી ગયા છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...